હળવદ પંથક માં આવેલી ભારે આંધી અને પવન ને કારણે બાગાયતી પાકો માં નુકશાન.... - At This Time

હળવદ પંથક માં આવેલી ભારે આંધી અને પવન ને કારણે બાગાયતી પાકો માં નુકશાન….


હળવદ) હવામાન વિભાગે અરબ સાબર માં સક્રિય થયેલી સિસ્ટમને લીધે મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી શક્યતા વર્ણવી હતી જેને લઇને સોમવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા હળવદ તાલુકાના શિવપુર, માણેકવાડા,મેરૂપર, ચુપણી સહિતના ગામો માં બાગાયતી પાકને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ તાલુકા ના શિવપુર ગામ માં વર્ષોથી કેરીનો બગીચો ધરાવતા નભેરામભાઇ ગામીએ જણાવ્યું હતું કે શિવપુર અને માણેકવાડા ગામમાં 35 જેટલા ટલા કેરીના બગીચાઓ છે. આ વર્ષે તો પડ્યા પર પાટુ છે.કારણ કે અગાઉ પણ કમોસમી વરસાદ થયો હતો.જેના કારણે કેરીનો ઓછો પાક થયો છે અને જ્યારે કેરી ઉતારવાનો સમય નજીક આવ્યો ત્યારે જ ગઇ કાલે સાંજે ભારે પવન સાથે વરસાદ થતાં કેરીનો પાક ખરી ગયો છે.અમારે 600 જેટલા આંબા છે જેમાં 30 ટકા જેટલી કેરી ખરી પડી છે.આ બંને ગામમાં આજ પરિસ્થિતિ છે એટલે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરશે.
ઉલ્લેખનીય છે કે કેસર કેરીની સિઝન પુરી થવા આવે ત્યારે જ મોરબી, હળવદ સહિતની બજારમાં શિવપુરની મીઠી મધુરી કેરી બજારમાં આવે છે.જે આ વર્ષે ઓછી દેખાશે.ચૂંપણી ગામના ભીમાભાઇ કોળીએ જણાવ્યું હતું કે, આ વર્ષે લીંબુના ભાવ પણ સારા છે. ગઈકાલે આવેલા ભારે પવનને કારણે લીંબુના પાકને પણ 25 ટકા જેટલું નુકસાન થયું છે. લીંબુમાં ફાલ આવ્યા બાદ નાના લીંબુ ભારે પવન અને કારણે લીંબુડી પરથી ખરી ગયા છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.