જીવદયા પ્રેમીઓ દ્વારા જસદણ એસટી બસ સ્ટેન્ડમાં શૌચ ખાડામાં પડી ગયેલી ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું - At This Time

જીવદયા પ્રેમીઓ દ્વારા જસદણ એસટી બસ સ્ટેન્ડમાં શૌચ ખાડામાં પડી ગયેલી ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું


જસદણમાં નવા એસટી ડેપોમાં રહેલા 15 ફૂટ ઊંડા ખુલ્લા શૌચ કૂવામાં અચાનક ગાય પડી જતા ભારે હલચલ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતા જસદણના જીવદયા પ્રેમીઓ દીપકભાઈ વાઘેલા અને અશોકભાઈ રબારી સહિતના તાત્કાલિક ગાયના બચાવ માટે દોડી ગયા હતા. બાદમાં જીવદયા પ્રેમીઓએ સ્થળ પર પહોંચીને દોરડાની મદદથી ગણતરીની ક્લાકોમાં ભારે જહેમદ બાદ ખુલ્લા શૌચ કૂવામાં પડેલી ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી જીવનદાન આપ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.