એમ કે શાહ લાટીવાળા અધ્યાપન મહાવિદ્યાલય ડી એલ એડ કોલેજ મોડાસામાં કારગિલ વિજ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી
એમ કે શાહ લાટીવાળા અધ્યાપન મહાવિદ્યાલય ડી એલ એડ કોલેજ મોડાસામાં કારગિલ વિજય દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે ત્રણ મહિના સુધી ચાલેલા પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકોએ આજના દિવસે વિજય મેળવ્યો હતો દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ના સંકલ્પરૂપે આજના આ દિવસે તેનું મહત્વ તાલીમાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું અને આજનો દિવસ ભારતના અદભુત યોદ્ધાઓની બહાદુરીની ગાથા ને ઉજાગર કરે છે તેમજ આજનો દિવસ દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ પણ છે તેની માહિતી આપવામાં આવી હતી. આજના દિવસે આ યુદ્ધમાં સહિત થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આચાર્યશ્રી ગીતાબેન નીનામાએ આપ્યું હતું તથા અધ્યાપકો રાજેશ પરમાર, વ્રજેશ પંડ્યા અને બુસરા દુરાની એ તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ મુકુન્દ શાહ, વિક્રમ અસારી, રમેશ સોલંકી પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી અને પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ એમ પ્રજાપતિએ શુભેચ્છાઓ પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.