રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી અંતર્ગત સર્કલને લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા.
રાજકોટ શહેર તા.૨૫/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા.૨૪/૮/૨૦૨૪ થી તા.૨૮/૮/૨૦૨૪ સુધી શહેરના ૨૧ મુખ્ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ. શહેરના મુખ્ય ૨૧ સર્કલોમાં (૧) પાણીનો ઘોડો, (૨) જિલ્લા પંચાયત ચોક, (૩) જંકશન પ્લોટ, (૪) મહિલા કોલેજ સર્કલ, (૫) એસ્ટ્રોન ચોક, (૬) કોટેચા ચોક, (૭) ઇન્દીરા સર્કલ, (૮) હરિધવા સર્કલ, (૯) ઉમિયા ચોક, (૧૦) આંબેડકર ચોક (સિવિલ), (૧૧) સોરઠીયાવાડી, (૧૨) ભક્તિનગર, (૧૩) સ્વામિનારાયણ ચોક, (૧૪) કે.ડી.સર્કલ સંતકબીર રોડ, (૧૫) શીતલ પાર્ક, (૧૬) પારેવડી ચોક, (૧૭) કિશાનપરા ચોક, (૧૮) સ્પીડવેલ પાસે, (૧૯) માલવીયા, (૨૦) આકાશવાણી ચોક, (૨૧) બહુમાળી ભવન નર્મદા ખાતે થીમ આધારિત લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અને શ્રાવણ માસ નિમિતે કરવામાં આવેલ ડેકોરેશનની રોશની ખુબ ઉત્સાહ, ઉમંગ સાથે નગરજનોએ નિહાળી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.