મેકઅપ આર્ટીસ્ટ કપડા ચેન્જ કરતી હતી ત્યારે પાડોશી ફોટોગ્રાફરે વિડીયો ઉતારી લીધો - At This Time

મેકઅપ આર્ટીસ્ટ કપડા ચેન્જ કરતી હતી ત્યારે પાડોશી ફોટોગ્રાફરે વિડીયો ઉતારી લીધો


મેકઅપ આર્ટીસ્ટ યુવતી પોતાના ઘરે રૂમમાં કપડા ચેન્જ કરતી ત્યારે પાડોશમાં રહેતા ફોટોગ્રાફરે ઘરમાં ઘુસી કપડા ચેન્જ કરતી વખતનો વિડીયો ઉતારી નાસી છૂટતા પોલીસે દોડી જઈ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી
બનાવ અંગે પેડક રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતી 27 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય વલ્લભ પારખીયા રહે.ગાંધીસ્મૃતિ સોસાયટી, પેડક રોડનુ નામ આપતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યુ હતુ કે તેણી વડોદરામાં મેકઅપ આર્ટીસ્ટ તરીકે છેલ્લા પાંચ વર્ષથી એક સ્ટોરમાં નોકરી કરે છે.
રાજકોટમાં તેમની માતા, નાનો ભાઈ, તેમના મામા સાથે રહે છે. ગઈ તા.4ના તેણી રાજકોટ માતાના ઘરે આવેલ હતી તેમને નાકમાં છેલ્લા ઘણા સમયથી લોહી નીકળતુ હોય જેથી સારવાર તેમજ ઓપરેશન અર્થે આવેલ હતી. ગઈ તા.20ના ખાનગી હોસ્પિટલમાં તેણીએ નાકની સર્જરી કરાવી હતી. બાદમાં તે આરામ માટે માતાના ઘરે રોકાયેલ હતી. તેમની પડોશમાં વિજય પારખીયા નામનો શખ્સ રહે છે જે ફાઈન માર્ક મીડીયા વર્કસ નામથી ફોટોગ્રાફી અને ઈવેન્ટનો ધંધો કરે છે. તેમના મકાનમાં અંદર-બહાર સીસી ટીવી કેમેરા લગાવેલ છે.
ગઈકાલે સાંજના સમયે તે પરિવારજનો સાથે બહાર જમવા ગયેલ બાદમાં રાત્રીના દસેક વાગ્યે તેણી ઘરે આવી પોતાના રૂમમાં કપડા ચેન્જ કરવા ગઈ અને કપડા ચેન્જ કરતી હતી ત્યારે બહાર આવેલ અગાસીની બારીમાંથી કોઈ વાંકડીયા વાળવાળુ કોઈ વ્યકિત મોબાઈલમાં વિડીયો ઉતારતો હોય તેવુ લાગતા તેણીએ કપડા ચેન્જ કરેલ અને નીચે બેઠેલા પરિવારના સભ્યોને અવાજ કરી ઉપર બોલાવેલ અને અગાસી પર જઈ જોયેલ તો કોઈ જોવામા આવેલ ન હતુ. દરમ્યાન પડોશી વિજયને અવાજ કરી બોલાવેલ તો તે બહાર આવેલ ન હતો જેથી શંકા ગયેલ કે વિડીયો ઉતારવાવાળો વિજય જ છે.
દરમ્યાન વિજય બહાર આવતા તેને કહેલ કે અમારી અગાસી પર કોઈ આવેલ છે જેથી સીસી ટીવી કેમેરા ચેક કરવા છે કહેતા તેણે કહેલ કે મારા કેમેરા ચોંટે છે, બરાબર નથી ચાલતા તેમ કહી ઘરમાં જતો રહેલ.
તેથી વિજય પર શંકા મજબૂત બનતા 100 નંબર ઉપર ફોન કરી પોલીસને બોલાવેલ હતી અને દોડી આવેલ પોલીસને હકીકત જણાવતા વિજયને પોલીસ મથકે લાવી તેના મોબાઈલમાં તપાસ કરતા યુવતીનો કપડા બદલતી વખતનો વિડીયો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.