બાસ્પા ગામ નજીક આવેલી કનીજ માઈનોર-૩ કેનાલ માં ગાબડું પડયું. - At This Time

બાસ્પા ગામ નજીક આવેલી કનીજ માઈનોર-૩ કેનાલ માં ગાબડું પડયું.


સમી: પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા બાસ્પા કનીજ રોડ ની બાજુમાં રાફુ સબ બ્રાંચ કેનાલ માંથી નીકળતી કનીજ માઈનોર-૩ માં બે મીટર જેટલું ગાબડું જોવા મળ્યું હતું. ઘણા સમયથી આ કેનાલ તુટેલી હાલત માં જોવા મળી રહી છે. ગાબડાં ના પરિણામે હજારો લીટર પાણી વેડફાય રહ્યુંછે પણ નર્મદા નિગમ દ્વારા આજદીન સુધી કોઈપણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. કેનાલ તૂટેલી હાલતમાં હોવા થી બાજુ ના પડતર ખેતરો બેટ માં ફેરવાયા હતા. ઘણીવાર પાણી છેલ્લે સુધી પહોંચતું ન હોવાથી ખેડૂતોની જમીન પિયત વિના રહી જતી હોય છે. પરિણામે ખેડૂતો ને મોટું નુકશાન ભોગવવું પડતું હોય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image