દાહોદ જિલ્લામાં યોજાયેલા વંદે ગુજરાત પ્રદર્શનની મુલાકાત લેતા સાંસદ જસવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લામાં યોજાયેલા વંદે ગુજરાત પ્રદર્શનની મુલાકાત લેતા સાંસદ જસવંતસિંહ ભાભોર
ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં કરેલા અભૂતપૂર્વ વિકાસ થકી જનતાનો વિશ્વાસ જીત્યો છે – સાંસદ જસવંતસિંહ ભાભોર
દાહોદ, તા. ૩૦ : દાહોદ જિલ્લામાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન - ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’ ના બીજા દિવસે સાંસદ જસવંતસિંહ ભાભોરે આજે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં કરેલા અભૂતપૂર્વ વિકાસ થકી જનતાનો વિશ્વાસ જીત્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના યશસ્વી નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય વિકાસના નવા સીમાચિહ્નો સર કરશે.
તેમણે જણાવ્યું કે, દાહોદ નગરના સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ પ્રદર્શનની નાગરિકોએ અવશ્ય મુલાકાત લેવી જોઇએ. ગુજરાતની વિકાસ યાત્રાનું તેમા સુંદર નિરૂપણ કરાયું છે. અહીં જિલ્લામાં મહિલાઓ સંચાલિત સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી ચીજ વસ્તુઓના સ્ટોલ છે. જયાં અદભૂત હસ્તકલાકારીગીરીની વસ્તઓ મળી રહી છે. તેની પણ ખરીદી ગ્રામ્ય અંથતંત્રને વેગવતું બનાવવું જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું. અને સખી મંડળોની મહિલાઓ દ્વારા જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી.
દાહોદ નગર ખાતે યોજાયેલા વંદેગુજરાત પ્રદર્શનની મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અથાગ અને સતત પરિશ્રમ થકી નવા ગુજરાતનું જે નિર્માણ થયું છે તેની ઝલક આ પ્રદર્શનમાં મળે છે. આ પ્રદર્શન આગામી તા. ૫ જુલાઇ સુધી અહીં યોજાશે. તેમજ નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધી આ પ્રદર્શનની મુલાકાત લઇ શકશે.
આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી. બલાત, અગ્રણી શંકરભાઇ અમલીયાર, સુધીરભાઇ લાલપુરવાલા, નરેન્દ્ર સોની, ગુજરાત લાઇવલીહુડ મેનેજર સુકુમાર ભૂરિયા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.