શાળાકીય રમતોત્સવ (SGFI) અંડર,17,19 એઈજ ગ્રુપમાં શ્રી નાલંદાવિદ્યાલય-વિરનગર ભાઈઓ નો ડંકો - At This Time

શાળાકીય રમતોત્સવ (SGFI) અંડર,17,19 એઈજ ગ્રુપમાં શ્રી નાલંદાવિદ્યાલય-વિરનગર ભાઈઓ નો ડંકો


(ભરત ભડણિયા દ્વારા)
જસદણ અલ્ટ્રા સ્કુલ ખાતે તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર 14,17,19 એઇજ ના ભાઈઓ એ ભાગ લીધો હતો તાલુકા કક્ષાએ લાંબીકુદ મા પ્રથમ સોરીયા રોહિત(U-19) 200 મીટર દોડમા બાંભવા ભાવેશ પ્રથમ (U-19) કટેશિયા સુમિત ગોળાફેક પ્રથમ (U-19),ભરવાડ હિરો(U-17),ગોળા ફેક દ્રિતીય,મામૈયા હર્ષદ 200 મીટર દોડ (U-19)દ્રિતીય નંબર પ્રાપ્ત કરી ને જિલ્લા કક્ષાએ રમવા જવા માટે દાવેદારી નોંધાવી હતી કઠોર પરિશ્રમ નોં કોઈ વિકલ્પ નથી ભણતર ની સાથે શારીરિક રીતે ફિટનેસ હોવી જરૂરી છે આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમવા જશે આ માટે સમગ્ર શાળા પરિવાર હર્ષ ની લાગણી અનુભવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.