સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી
(અજય ચૌહાણ દ્વારા)
રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સર્જિકલ સારવારની 2 અરજીઓ,ડીવોર્મીંગની 1285 અરજીઓ અને રસીકરણની 882 અરજીઓનો સકારાત્મક નિકાલ. સરકાર દ્વારા અમલમાં મુકાયેલી તમામ યોજનાઓ અને વિવિધ વિભાગોની સેવાઓનો એક જ સ્થળેથી લોકો લાભ લઈ શકે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અને માહિતી એક જ સ્થળેથી રહે તે માટે સુલભ આયોજન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી ડો. માળીના દિશાનિર્દેશ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અન્વયે ધારપીપળા ગામે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પશુ દવાખાનું, રાણપુર દ્વારા મેડીસીન સારવાર-62 , ગાયનેકોલોજીકલ સારવાર- 20 , સર્જિકલ સારવાર- 2,ડીવોર્મીંગ-1285 અને રસીકરણ- 882 કરવામાં આવી. આ કામગીરીમાં ડો.પી.ટી.કણજારીયા, કુ.મેઘા રાવલ, ગોપાલભાઈ ભરવાડ, પ્રતિકભાઈ પટેલ સહિતના કર્મયોગીઓ જોડાયા હતા. જે પ્રાણી અને જાહેર આરોગ્ય પ્રત્યે કાર્યક્રમના વ્યાપક અભિગમનું નિદર્શન કરે છે. સેવા સેતુ કાર્યક્રમ વિવિધ પશુ આરોગ્ય અને કલ્યાણ સેવાઓ માટે વન-સ્ટોપ સેવા તરીકે કાર્યરત છે. બોટાદ જિલ્લાના તાલુકાઓમાં પણ 'સરકાર આપને દ્વાર' અને 'સેવા થકી સુશાસન'ના મંત્રને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ તેમના સ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.