અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર વાહનની ઓળખાણ કરતી સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા રાણપુર પોલીસ સ્ટેશન - At This Time

અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર વાહનની ઓળખાણ કરતી સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા રાણપુર પોલીસ સ્ટેશન


અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર વાહનની ઓળખાણ કરતી સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા રાણપુર પોલીસ સ્ટેશન

ભાવનગર રેન્જના પોલીસ મહાનીરીક્ષક, ગૌતમ પરમાર તથા પોલીસ અઘીક્ષક, કિશોર બળોલિયાનાઓ દ્વારા તથા વિભાગીય પોલીસ અઘીકારી, મહર્ષિ રાવલનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં વાહન અકસ્માત કરી નાશી જનાર વાહન/વાહન ચાલકની ઓળખાણ કરી, શોઘી કાઢવા માટેની આપેલ સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર, વાય.એ.ઝાલા, રાણપુર પો.સ્ટે.નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમની મદદથી તા.૩૦/૦૧/૨૦૨૩ ના રોજ કલાક ૦૮/૩૦ થી ૦૯/૦૦ ના અરસામા અળવ ગામના પાટિયા પાસે મિલેટ્રી રોડ થી રાણપુર તરફ આવતા રોડ પર અકસ્માત કરી ફરીયાદીના પિતાના મો.સા. સાથે ભટકાડી ફરીયાદીના પિતાને માથાના કપાળના ભાગે તેમજ જમણા પગે છોલાણ તેમજ જમણા પગના તલિયે ગંભીર ઇજાઓ પહોચાડી નાશી ગયેલ બોલેરો પીક અપ રજી.નં. GJ-01-AU-5995 બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરા ની મદદથી ઓળખાણ કરી, ફરીયાદીએ રાણપુર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૬૨૩૦૦૪૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૪(એ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા M.V. Act કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો અકસ્માત કરનાર વાહન ચાલક વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ છે. આમ, અકસ્માત કરનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને નાશી ગયેલ હોય અને ફરીયાદીના પિતાનું બોટાદ વડોદરિયા હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મરણ થયેલ હોય જે ગુનો વણશોઘાયેલ રહી જાય તેમ હોય જેથી સદરહું ગુનામાં અકસ્માત કરનાર વાહનની વિગતો સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ બોટાદ મારફતે મળતા સદરહું અકસ્માત કરનાર વાહનચાલકની વિરૂધ્ધમાં ગુન્હો નોંધી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી:- બોલેરો પીક અપ રજી.નં. GJ-01-AU-5995 ના ચાલક

કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
(૧) પો.સબ.ઇન્સ.શ્રી વાય.એ.ઝાલા રાણપુર પો.સ્ટે.
(૨) પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર નેત્રમ ઇન્ચાર્જ
(૩) એ.એસ.આઇ. કરશનભાઇ વશરામભાઈ અણીયાળીયા
(૪) અના.હે.કો. અશોકભાઈ વજુભાઈ ઝાપડીયા
(૫) અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ
(૬) આ.પો.કો. જીતેન્દ્રભાઈ ધનજીભાઈ ગાબુ
(૭) આ.સોર્સ સીની.એન્જી. અજય બી.મુળિયા
(૮) આ.સોર્સ જુની.એન્જી. કિશન આર.ચૌહાણ
(૯) આ.સોર્સ જુની.એન્જી. કિરણ આર.ભોજૈયા

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.