બાલાસિનોર RTI હેઠળ માહિતી આપવામાં અધિકારીઓની મનમાની સામે આવી
બાલાસિનોર તાલુકાના સરોડા ગ્રામ પંચાયત RTI માહીતી આપવામાં નિયામક અધિકારી દ્વારા આપવામાં આવેલ હુકમનુ ઘોર અપમાન!*
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા સરોડા ગ્રામ પંચાયત ખાતે સરોડા ગામમાં રહેતા અરજદાર પટેલ બ્રિજેશ આર તેમણે જાહેર માહિતી અધિકારી દ્વારા ૨૦૦૫ ના કાયદા હેઠળ આર.ટી.આઇ કરવામાં આવી હતી જેમાં કેટલાક મુદ્દા નું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું તા.14/04/2023 ॥ રોજ આ માહિતી ની માંગણી કરવામાં આવી હતી.માહિતી નો સમગાળો પૂર્ણ થઈ જતા તા.09/11/2023 ના રોજ અરજદારે અપીલ અધિકારી અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર ની કોર્ટમાં પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી જેને
સરોડા ગ્રામ પંચાયત માં વર્ષ તા 01/04/2014 થી તા 31/03/2023* સુધી જે શૌચાલય બનાવામાં આવ્યા તેની વિગત વાર માહિતીલઈને જાહેર માહિતી અધિકારી દ્વારા તા.09/11/2023 ના રોજ ૧૨:૩૦ કલાકે તાલુકા બ્લોક કો.ઓડિટર SBM- ગ્રામીણ અને અરજદાર શ્રી વચ્ચે સુનાવણી રાખવામાં આવી હતી.જાહેર માહિતી અધિકારી નિયામક ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર દ્વારા 15 દીવસ માં માહિતી પુરી પાડવાનો હુકમ કરવાછતાં કોઈ જવાબ અધિકારી પાસે થી આપવામાં નથી આવ્યો.
અરજદાર દ્વારા ગાંધીનગર અપીલ કરવામાં આવી છે અરજદાર શ્રી ની એવી માંગ છે કે ગાંધીનગર થી તેમની અપીલ નો સ્વૈચ્છિક રીતે તેમને જવાબ મળી રહે..જવાબ નહી મળે તો અરજદાર એવી આશા રાખે છે કે ભસ્ટાચાર કરનાર અઘિકારીઓ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
*અરજદારના નામે 2 શૌચાલય મંજુર થયેલ છે એપણ અરજદાર ની જાન બહાર નાણાં ની ઉંચાપત કરવામાં આવી જો સરોડા ગ્રામ પંચાયત માં વિજિલન્સ તપાસ કરવામાં આવે તો શૌચાલય કૌભાંડ લાખો માં આવી શકે તેમ છે*
*અરજદાર દ્વારા વિજિલન્સ તપાસ માટે પણ અરજી કાર્ય નો દાવો*
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.