મહીસાગર જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ખેતી અને ઘાસચારાને નુકસાન - At This Time

મહીસાગર જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ખેતી અને ઘાસચારાને નુકસાન


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં હાલ ચોમાસાની ઋતુ હોય તેવું લાગી રહ્યું છે.શિયાળાની ત્રુતુમાં વરસાદી માહોલ છવાતાં અને વરસાદ વરસતાં ખેડૂતોની ખેતી અને ધાસને પારાવાર નુકસાન થવા પામેલ છે અને બિચારા જગતનાં તાતને કમોસમી વરસાદ પડવાના કારણે પડતા પર પાટું જેવી ખેડૂતોની સ્થિતિ સર્જાઈ હતી.
કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં તૈયાર ઉભો પાક પલળી જતાં ડાંગર ધઉ.ચણા વિગેરે પાકને ભારે નુક્શાન થવા પામેલ છે.ખેડૂતોનું ધાસ પણ આ કમોસમી વરસાદથી પલળી જતાં પશુઓ માટેનાં ધાસચારાની પણ મુશ્કેલી ઉભી થાય તેવાં એંધાણ વર્તાઈ રહેલ જોવાં મળે છે.બીચારા જગતના તાત ને કમોસમી વરસાદથી એક સાંધે ત્યાં તેર તુટે એવી કફોડી હાલત થયેલ છે.ખેડૂતો ને આ કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનો વહેલી તકે જરુરી સર્વે સરકાર દ્વારા અને ખેતીવાડી વિભાગ દ્વારા કરાવીને ખેડુતોને હાલની બજાર કિંમતથી સહાય ત્વરીત ચુકવવાની કાયૅવાહી કરાય તેવી માંગ ઉઠી છે.હાલ તાલુકામાં અને નગરમાં વાદળછાયું વાતાવરણથી ઠંડીની અસર જણાઈ રહી છે.ગત મોડી રાત થી શરૂ થયેલ કમોસમી વરસાદથી થી ખેડૂતોના ખેતરમાંઓ પાણીથી ભરાઈ જતા પાક પણ પલળી જતા નુકશાની ભીતિ સેવાઈ હતી.

ભીખાભાઇ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.