મહીસાગર જિલ્લામાં થતું લાલ લસણ અબકીબાર 400 પાર..
મહીસાગર જિલ્લા મથક લુણાવાડા તાલુકો અને આસપાસના પંથકમાં થતું લાલ લસણ દૂર દેશાવર સુધી પ્રખ્યાત છે. મરી મસાલા પાક તરીકે લસણ એ શિયાળાનો એક અગત્યનો રોકડિયો પાક છે. ત્યારબાદ સૂકા લસણનું ભરપૂર વેચાણ થાય છે. તેમાં પણ જો તમે લુણાવાડામાં રહેતા હોવ તો ઓળખીતા-પાળખીતા સગાસંબંધી જેણે એક વખત લુણાવાડાના લાલ લસણનો સ્વાદ જીભે લાગ્યો છે તે અચૂક કહેશે કે, "મારું પણ પાંચ, દસ કે પંદર કિલો લુણાવાડાથી લાલ લસશ લઈ લેજો".
લસણ એ લીલા તથા અર્પ સુકા મસાલા તરીકે અને કાચા કચુંબરમાં વપરાશમાં લેવાતો પાક છે. લીલા કે સૂકા લસણનો ઉપયોગ મુખ્યત્વે મરીમસાલા તરીકે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. લીલા તથા સૂકા લસણનો ચટણી, અથાણા, સૂપ તથા ટોમેટો કેચ અપ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. લસણ રસોઈને વિશિષ્ટ સ્વાદ આપવામાં ખૂબ જ ઉપયોગી બને છે અને તેમાં પણ લુણાવાડા તેમજ આસપાસ ના વિસ્તારોમાં થતું લાલ લસણનો સ્વાદ જ કઈક ઔર છે. લસણના વાવેતર માટે અનુકૂળ એવી થોડી હલકી, ગોરાડુ, મધ્યમ કાળી, સારી નિતાર શક્તિ ધરાવતી તથા વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીન છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો લસણના પાક માટે વાવેતર માટેનો આદર્શ સમય છે લસણની ખેતીમાં આ વિસ્તારની પિયત વ્યવસ્થા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લસણનો પાક રોપણી બાદ અંદાજે ૪ થી ૫ માસમાં તૈયાર થાય છે. વર્ષે 2023-24 માં 327 હેક્ટરમાં 2707 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું ત્યારે આ વર્ષે 350 હેક્ટરમાં 2898 મેટ્રિક ટન વાવેતર થયું હતું. તેમ છતાં મહીસાગર જિલ્લાના લસણીની માગ વધતા 150 રૂપિયે કિલો વેચાતું લાલ લસણ 400 રૂપિયે કિલો થી પણ વધું પોહચ્યું છે અને એક કળી વાળું લસણ 400 રૂપિયે વેચાતું 1200 રૂપિયે પોહચ્યું. ત્યારે ભાવ વધતા રસોઈમાં ટેસ્ટ લાવતું લસણ ખરીદી માટે ફિકું પડયું હતું.ઘણાખરા લોકો શિયાળાની સવારમાં ધીમાં શેકી મીઠું નાંખી ખાતા પણ હોય છે. ઉપરાંત ફુદીનો, ધાણા, મરચું, લસણ, સીંગદાણા ની મીક્ષ ચટણી બનાવી ચટણી ના સ્વાદ નો ચટાકો પણ જમવા સાથે લેતા હોય છે. કહેવાય છે લસણ વગરનો સ્વાદ નકામો એ ઉકિત સાચી જ છે. તેમાં પણ લુણાવાડા ના લાલ લસણનો સ્વાદ જ કાંઈક ઓર હોય છે.એક કળીના લસણનું સેવન કરવાથી હાઈપરટેન્શનમાં આરામ મળે છે. કોલોસ્ટ્રોન ઘટે છે લોહીના પરિભ્રમણને વધારે છે. લીવર અને મૂત્રારાવને પણ કાર્યરત કરે છે. પાચનક્રિયા ભુખ તથા લોહી વધારવા માટે કામ કરતુ લસશ પ્રભાવશાળી છેવળી આયુર્વેદ પ્રમાણે આ ક્ષય રોગમાં અસ્થયા, ન્યુમોનિયા, શરદી, બ્રોન્કાઈટિસ, જુની શરદી, ફેફસામાં સંક્રમશ અને કફ વગેરે સમસ્યાઓમાં કાયદો કરે છે. જિલ્લામાં લસણની સાથે આદુનો પણ પાક મોટા વિસ્તારમાં થાય છે. આ પાકોને લગતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આ જિલ્લામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને તેમજ બેરોજગાર યુવાનોને લાભ થઇ શકે છે. લસણમાંથી નીકળતું તેલ વ્યાપારિક ધોરણે ખૂબજ મહત્વનું છે. પરદેશમાં સુકુ લસણ તથા લસણના પાવડરની ઊંચી માંગ હોવાથી તેના નિકાસની ઉજળી તકો છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.