રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દુકાનો પર ચેકિંગ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દુકાનો પર ચેકિંગ.


રાજકોટ શહેર તા.૧૬/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ-અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૧૫/૭/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ-૭૫ આસામીઓ પાસેથી ૪.૩૫૦ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૭,૪૫૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૬ આસામીઓ પાસેથી ૨.૨૫૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૮,૦૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૩ આસામીઓ પાસેથી ૧.૨૯૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૫,૨૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.