પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત બોટાદના હડદડ ગામે ખેડૂતોને માર્ગદર્શન અપાયું - At This Time

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત બોટાદના હડદડ ગામે ખેડૂતોને માર્ગદર્શન અપાયું


પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને જંતુનાશક અને રાસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે રાજ્યભરમાં વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંતર્ગત તાલીમ શિબિરો યોજવામાં આવી રહી છે.

જેના ભાગ રૂપે બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકાના હડદડ ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. આ તકે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરથી ખેતરને થતાં નુકસાન અને પ્રાકૃતિક કૃષિથી થતા અનેકવિધ ફાયદાઓની અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ પ્રાકૃતિક કૃષિ કરવા અંગે પ્રેરિત થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.