ટીમ્બા ખાતે તારંગા અંબાજી આબુરોડ રેલ્વે પ્રોજેક્ટ મા રહિ ગયેલ સંપત્તિ અને ઉભાપાક નું વળતર ન મળતા ખેડુતો દ્વારા ઉપવાસ આંદોલન દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો. - At This Time

ટીમ્બા ખાતે તારંગા અંબાજી આબુરોડ રેલ્વે પ્રોજેક્ટ મા રહિ ગયેલ સંપત્તિ અને ઉભાપાક નું વળતર ન મળતા ખેડુતો દ્વારા ઉપવાસ આંદોલન દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો.


આજરોજ સતલાસણા તાલુકા ના ટીમ્બા ખાતે તારંગા અંબાજી આબુરોડ રેલ્વે માં 14 ગામોના અસંખ્ય ખેડુતો ની જમીન મા રહી ગયેલ સંપત્તિ અને ઉભાપાક નુ વળતર ન મળવા ને કારણે ઉપવાસ આંદોલન કરી ધરણાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા ખેડુતો દ્વારા જેમા મેઈન એવોર્ડ અને સુધારા એવોર્ડ સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે છતા પણ તમામ સતલાસણા તાલુકા ના ખેડૂતો ની એજન્સી ની ભુલો ના કારણે અન્ય મિલકતો ટ્યુબવેલ. ઝાડ. આર.સી.સી.ના કામો ઉભાપાક અને અન્ય તમામ મિલકતો રહી ગયેલ છે તે બાબત ની અરજી પણ મામલતદાર શ્રી સતલાસણા ને સુપરત કરવામાં આવી અને ખેડુતો દ્વારા વળતર ન મલે તો ઉગ્ર આંદોલન અને રેલ્વે નુ કામ પણ ન થવા દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી મામલતદાર સતલાસણા દ્વારા ખેડૂતો ને ન્યાય મલે તેવી ખાતરી આપવામાં આવી હતી

રાજેશ સુથાર સતલાસણા
9856699566


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image