સમગ્ર રાજકોટ જીલ્લામાં આજથી તા.રપ જાન્યુ.સૂધી ચાઇનીઝ લોન્ચર-તુક્કલ-લેન્ટર્નના ઉત્પાદન-વેચાણ-ઉડાડવા પર પ્રતિબંધ
આગામી તા. ૧૪ના રોજ મકરસંક્રાતીનો તહેવાર આવતો હોય રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/ રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરા વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વિગેરે લઇ રસ્તાઓ, ગલીઓ, શેરીઓમાં દોડા-દોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં શેરીઓમાં ટેલીફોન/ ઇલેકટ્રીકના તાર ઉપર લંગર નાંખી ભેરવાયેલા પતંગ કાઢવાનો પ્રયત્નો કરે તેથી બે ઇલેકટ્રીકના વાયરો ભેગા થવાની શોર્ટ -સર્કીટના તથા તાર તુટી જવાનો સંભાવના રહેલી છે. તેમજ પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઇનીઝ દોરો કોઇ વ્યકિતના શરીર પર પડે ત્યારે તે વ્યકિતના શરીરના અંગો કપાઇ જવાનો ભય રહે છે તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઇજા તથા તેના મોતના બનાવો પણ બને છે.
ઉપરાંત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના પત્ર અનુસાર તથા તાજેતરમાં છેલ્લા કેટલાક સમયના અનુભવ પરથી જણાયેલ છે કે ઉતરાણ/ અન્ય તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલ્કી કવોલીટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થાય છે. આથી આવી બાબત નીવારવા તેમજ હાઇકોર્ટના આદેશ મુજબ અત્રેના તાબા હેઠળના વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૫/૧/૨૦૨૩ સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર હંગામી પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડવું અને નીચે મુજબનો પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
જેથી કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જીલ્લા, રાજકોટ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ -૩૩(૧) અન્વયે મળેલ અધિકારની રૂએ નીચેના કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવવા હુકમ કર્યો છે.
પ્રતિબંધિત કૃત્યો
(૧) કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવા ઉપર.
(૨) હાથમાં લાંબા ઝંડા, વાંસની બાંબાુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુના તારના લંગર કે વાંસ વિગેરે લઇ કપાયેલ પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ પર અથવા જગ્યાઓમાં દોડા-દોડી કરવા ઉપર.
(૩) ટેલીફોન કે ઇલેકટ્રીકના તાર ઉપર લંગર (દોરી) નાંખવા ઉપર
(૪) જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા પર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાડવા ઉપર.
(૫) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર.
(૬) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર.
(૭) પ્લાસ્ટીક, સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીલ મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ. વેચાણ સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર.
(૮) ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર/ ઉડાડવા ઉપર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.