રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયો. - At This Time

રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયો.


રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરવામાં આવેલ હતી. આ યાદીમાં રાજકોટ શહેરને ગુજરાતમાં ૨ જો ક્રમાંક અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો ૭મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તથા રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ બદલ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ પાંભરએ સ્વચ્છતા અભિયાનમાં સહકાર બદલ રાજકોટ શહેરની જનતાને અભિનંદન પાઠવ્યા છે. આ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં ભારત માંથી ૪૩૫૪ શહેરોએ ભાગ લીધેલ હતો. જેનું ફિલ્ડ વેરીફીકેશન ફેબ્રુઆરી-૨૦૨૨ થી જુલાઈ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થયેલ હતું. જે અન્વયે રાજકોટ શહેરને ગાર્બેજ ફી સીટી ૩ સ્ટાર, ODF++ સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ. જેમાં ટોટલ ૭૫૦૦ માર્ક માંથી ૫૮૪૬ માર્ક પ્રાપ્ત થયેલ છે. રાજકોટ શહરેમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મેયરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓને જોડીને ન્યુસન્સ પોઈન્ટ નાબુદી અભિયાન શરૂ કરવામાં આવેલ જેના પગલે શહેર અનેક ન્યુસન્સ પોઈન્ટથી મુક્ત બન્યું છે. આગામી સમયમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રાખી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ નવી દિલ્લી ખાતે તા.૧/૧૦/૨૦૨૨ના રોજ તાલકોટડા સ્ટેડીયમ ખાતે મહામહિમ રાષ્ટપતીશ્રી દ્રૌપદી મુર્મુનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી અને કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા શ્રી વિનુભાઈ ઘવા, સીનીટેશન ચેરમેન શ્રી અશ્વિનભાઈ પાંભર, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી દિગ્વિજય સિંહ તુવર એવોર્ડે સમારોહમાં હાજર રહેલ તથા એવોર્ડ સ્વીકારેલ. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧માં રાજકોટ શહેરને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો ૧૧મો ક્રમાંક મળેલ હતો તેમજ સમગ્ર ગુજરાતમાં ૪થો ક્રમ મળ્યો હતો. જેમાંથી ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં લોકોનો સહયોગ અને તંત્રનાં પ્રયાસોથી ૭મો ક્રમાંક અને ગુજરાતમાં ૨જો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.