સાત લાખના 28 લાખ ચૂકવી દિધા છતાં વ્યાજખોરે ચેક બેંકમાં નાંખી બાઉન્સ કરાવ્યા
શહેરમાં વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસે લોક દરબાર યોજી ગુના દાખલ કર્યા હતાં. છતાં પણ વ્યાજખોરો બેફામ થઈ મસમોટું વ્યાજ લઈ સામાન લોકોને ખંખેરી રહ્યા છે. ત્યારે કોઠારીયા મેઈન રોડ પર રહેતાં અને ગુંદાવડીમાં કાપડનો વેપાર કરતાં યુવક પાસેથી વ્યાજખોરે સાત લાખના રૂ.28 લાખ પડાવી વધું રૂપિયાની માંગણી કરી સહી કરેલા કોરા ચેક બેંકમાં નાંખી બાઉન્સ કરાવતા ભક્તિનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર લિજ્જત કારખાના પાસે રહેતાં સાગર રમેશભાઇ નોંઘણવદરા (ઉ.વ.29) એ આરોપી તરીકે સુખરામ સોસાયટીમાં રહેતાં પ્રદીપ કનુ ભાનસાળિયાનું નામ આપતાં ભક્તિનગર પોલીસે આરોપી વિરુદ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કર્યાવહી કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગુંદાવાડી, શેરીમાં રામજી મંદિર પાસે ભાડાની દુકાનમાં લેડીઝ ફેબીકસ કાપડનો ધંધો કરે છે. અને આરોપી પ્રદિપભાઇ ગઢવી ગુદાવાડીમાં લગ્ન પ્રસંગે ચણીયાચોળી ભાડે આપવાની દુકાન ઘરાવે છે.
ફરિયાદીએ આરોપી પાસેથી વર્ષ-2022 ફેબ્રુઆરીમાં રૂ. 7 લાખ વ્યાજે લિધેલ હતા. અને દર માસે રૂ.1.80 લાખ વ્યાજ આપવાનું નક્કી કરેલ હતું. જે અંગેના તેની પાસે કોઈ આધાર પુરાવો નથી. જે તે સમયે ફરિયાદીને પૈસાની ખાસ જરૂર હતી જેથી રૂપિયા લેવા પડ્યા હતાં. જેમના તારણ પેટે તેઓએ લક્ષ્મીનગરમાં આવેલ એચ.ડી.એફ.સી.ના કોરા સહી કરેલ 3 ચેક આપેલ હતાં. વ્યાજે લીધેલ રકમના અત્યાર સુધીમાં રૂ. 28.80 લાખ ચુકવી દિધેલ છે.
તેમ છતા પ્રદિપભાઇ ગઢવી તેમની પાસે પાસે રૂ.19.75 લાખ જેટલી રકમની માંગણી કરે છે. બને એકલા મળેલ ત્યારે આરોપીએ કહેલ કે, મેં ચેક બેન્કમાં જમા કરાવી દિધેલ છે હવે કોર્ટમાં જોઇ લેશે તેમ વાત કરેલ હતી. બાદમાં ગઇ તા.28-5 ના આરોપીએ ફોન કરી ઉઘરાણી કરેલ હતી. આમ આરોપીએ ફરિયાદીના ચેકનો દુરુપયોગ કરી ચેક બાઉન્સ કરાવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.બી.જાડેજા અને ટીમે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.