કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર લાઈમસ્ટોનના નિકાસ સામે તંત્રની કાર્યવાહી
-----------------------
ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને રૂ. ૭.૬૮ કરોડનો દંડ ઠપકારતું તંત્ર
-----------------------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ થોડા સમયમાં અનેક પ્રકારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર સકંજો કસવામાં આવ્યો છે.
આ જ કડીમાં, ગઈકાલે કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે રેવન્યૂ અને ખાણખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ભગવાનભાઈ બાલુભાઈ ડોડિયાના નામની ક્વોરી લીઝની બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજની તપાસ કરી માપણી કરવામાં આવી હતી.
આ તપાસ અન્વયે સર્વે નં.૨૨૦ પૈકી ૧ માં ૨.૪૦.૭૬ હેક્ટરના વિસ્તારમાંથી ૧,૫૨,૫૧૦ મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.
આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂ.૭,૬૮,૬૫,૦૪૦/- જેટલો દંડ ઠપકારી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
7016154906
આ પ્રકારના તમામ સમાચાર માટેે
