અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર મંદિર અને ડેમ સાઈટ નજીક આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર - At This Time

અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર મંદિર અને ડેમ સાઈટ નજીક આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર


અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર મંદિર અને ડેમ સાઈટ નજીક આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ બન્યું છે.

આંબરડી સફારી પાર્કમાં ડિસ્પ્લે પર રાખવામાં આવેલ સિંહોના હુલામણાં નામ પણ છે. બસ સફારી દરમિયાન શેલજા નામની સિંહણ અને ગીરનો વિખ્યાત ડાલામથ્થો સિમ્બા નામનો હાવજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસીઓ સિંહોને નજીકથી નિહાળીને બસ સફારીનો રોમાંચક આનંદ માણે છે.

આંબરડી સફારી પાર્ક ખાતે બસ સફારીનો આનંદ માણીને પ્રવાસીઓ અત્યંત ગદગદિત થઈ જાય છે. બસ સફારી એક અનોખો અનુભવ કરાવે છે. ઉપરાંત ગીર જંગલની પ્રકૃતિને અને વન્યજીવોની સૃષ્ટિમાં તરબોળ થવાનો આનંદ માણવા મળે છે.

ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. આંબરડી સફારી પાર્ક એ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યનું ગૌરવ છે, પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે.

આંબરડી સફારી પાર્ક અને તેની વિશેષતાઓ વિશે નાગરિકો વાકેફ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે, આપણે જ્યાં પણ જે કોઈપણ પ્રવાસન સ્થળની મુલાકાત અર્થે એક પ્રવાસી તરીકે જઈએ ત્યાં પ્રકૃતિનું સંરક્ષણ અવશ્ય કરીએ અને સ્વચ્છતા અવશ્ય રાખીએ.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.