વિસાવદર તાલુકાના સરસઈ ગામે i C D S દ્વારા વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું - At This Time

વિસાવદર તાલુકાના સરસઈ ગામે i C D S દ્વારા વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું


વિસાવદર તાલુકાના સરસઈ ખાતે આજે વિસાવદર ઘટક icds વિભાગના માર્ગદર્શન હેઠળ સરસઈ ગામમાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા એક વાનગી સ્પર્ધાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં cdpo પ્રવીણાબેન ખીમસુરીયા તેમજ સુપરવાઈઝર લીલાવન્તિ બેન વાઢેર તેમજ icds સ્ટાફ દ્વવારા માર્ગદર્શન આપી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના બાળકો કે, જે કુપોષણના ભોગ ના બંને તે હેતુ સાથે બાળકોને પોષ્ટિક આહાર મળી રહે તેવી વાનગીઓ આ સ્પર્ધામાં રાખવામાં આવી હતી.સરસઈ ગામના આગેવાનો વડીલો, આંગણવાડીના લાભાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સરસઈ આંગણવાડી વર્કર દયા રામાણી, મહીંયુરિયા પુષ્પાબેન ધંધુકિયા સુમિતાબેન , પઠાણ ઉમેદાબેન , પંડ્યા કાન્તાબેન , પંડ્યા વર્ષાબેન તમામ હેલ્પર બહેનો તેમજ ફેસિલિટર ચૌહાણ બેન, બારીયા મનીષા,વાળા વસન્તંબેન આશા વર્કર બહેનો વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.