જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયમાં પોસ્ટ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો……
જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયમાં પોસ્ટ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો......
તારીખ 3/8/2024 ને શનિવારના રોજ જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયમાં હિંમતનગર પોસ્ટ ઓફિસ વિભાગ તરફથી ડાક ચોપાલ કાર્યક્રમ તેમજ પોસ્ટ ગરેજ્યુએશનઓફિસ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તેમજ આધાર અપડેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા તેમજ સોસાયટીનગર વિકાસ મંડળ પ્રમુખશ્રી સી.સી.શેઠ, મંત્રીશ્રી મધુસુદનભાઈ ખમાર, પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ એમ.જી.ફકીર, ધીમંતભાઈ પંચાલ, પોસ્ટમાસ્તર ખરાડી સાહેબ, વિજયભાઈ બી.નાઈ તેમજ સમગ્ર પોસ્ટ ઓફિસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શાળાના આચાર્યશ્રી પ્રદીપભાઈ દેસાઈ પોસ્ટ પરિવારનો અને પધારેલા મહેમાનોનું સ્વાગત કરી આભાર માન્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન બી.ડી.નાઈ, એન.એન.પટેલ, બી.એમ.પટેલ એ કર્યું. સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર અને સફળ રહ્યો હતો.આ કાર્યક્રમમાં પોસ્ટ ઓફિસ દ્વારા વિદ્યાર્થીઓ માટે આધારકાર્ડ અપડેશન માટે કૅમ્પનું પણ આયોજન કરવામાં આવેલું. જેમાં શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ અને વાલી મિત્રોએ લાભ લીધેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
