સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ભાગરૂપે બોટાદ તાલુકાના ગામોમાં સુંદર ભીંતચીત્રો અને સૂત્રોની કામગીરી હાથ ધરાઈ - At This Time

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ભાગરૂપે બોટાદ તાલુકાના ગામોમાં સુંદર ભીંતચીત્રો અને સૂત્રોની કામગીરી હાથ ધરાઈ


(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અંતર્ગત બોટાદ તાલુકાના ગામોમા દીવાલોને સુંદર રીતે સજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોટાદ તાલુકાના સમઢીયાળા-2 અને ચકમપર સહિતના ગામોમાં માસીક સ્ત્રાવના કચરાનો યાગ્ય નિકાલ કરી શકાય તે માટેના સૂત્રો અને ભીંતચીત્રો દોરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વચ્છ ભારત-હરિયાળુ ભારત, સ્વચ્છતા ત્યાં પ્રભુતા સહિતના સૂત્રોને અંકિત કરી, ગ્રામલોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે અને ખાસ કરીને સેનેટરી પેડ અંગે જાગૃતતા આવે તે માટે સુંદર કામગીરી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.