ઘેલા સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે
ઘેલા સોમનાથમાં શ્રાવણ માસમાં મહાદેવના દર્શનાર્થે અને પાંચાળનું સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ ની મુલાકાતે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે આસ્થા નું તીર્થ સ્થળ કહેવાતું એવું ઘેલા સોમનાથ આજે એક પ્રવાસન સ્થળ બની ગયું છે શ્રાવણ માસ દરમિયાન રોજેના હજારો લોકો ઘેલા સોમનાથ દાદાના દર્શનાર્થે પધારે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે અહીં સત્સંગ હોલ, આકર્ષક બગીચો, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુ માટે રહેવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને બપોરે અને સાંજે વિનામૂલ્યે ભોજન પ્રસાદી પણ અપાય છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં અનેક ધાર્મિક કાર્યક્રમો જેવા કે લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને લોકમેળો પણ યોજાય છે અને સોમનાથ પૂજારી હસુભાઈ જોષી દ્વારા દર સોમવારે મહાદેવનો અલગ અલગ શણગાર કરવામાં આવે છે જેના દર્શનાર્થે આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી પડે છે અને દર્શનનો લહાવો મેળવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.