અટ્ટારી સરહદે પાક. રાષ્ટ્રધ્વજ કરતા ભારત વધુ ઉંચાઇએ ત્રિરંગો ફરકાવશે, નેશનલ હાઈવે ઓથોરીટીને કામગીરી સોપવામાં આવી - At This Time

અટ્ટારી સરહદે પાક. રાષ્ટ્રધ્વજ કરતા ભારત વધુ ઉંચાઇએ ત્રિરંગો ફરકાવશે, નેશનલ હાઈવે ઓથોરીટીને કામગીરી સોપવામાં આવી


ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ‘ફલેગ-વોર’ શરૂ થઈ શકે છે. બન્ને દેશો વચ્ચેની સૌથી જાણીતી પંજાબના અટ્ટારી ભૂમિ સરહદ જયાં રોજ બન્ને દેશના સરહદી ગાર્ડ વચ્ચે ખુન્નસભરી માર્ચ થાય છે અને તે જોવા માટે રોજ હજારો પર્યટકો પણ આવે છે
ત્યાં ભારતે હવે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ કરતા વધુ ઉંચો 418 ફુટ ઉંચો ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવવા માટે તૈયારી કરી છે અને આ કામગીરી નેશનલ હાઈવે ઓથોરીટીને સોપવામાં આવી છે. હાલ અટ્ટારી સરહદે ભારતનો રાષ્ટ્રધ્વજ 360 ફુટ ઉંચો છે જે માર્ચ 2017માં લહેરાવવામાં આવ્યો હતો જેમાં જવાબમાં પાકિસ્તાને આ વર્ષ વાઘા બોર્ડર પર 400 ફુટ તો પાકનો રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો. હવે ભારતે અટ્ટારી સરહદ પર 418 ફુટ ઉંચો ત્રિરંગો લહેરાવવા નિર્ણય લીધો છે અને આ કામગીરી 15-20 દિવસમાં જ પુરી કરાશે અને આ માટે સાઈટની આખરી પસંદગી આજે થઈ જશે.
અને તે બન્ને દેશોની સરહદના દૂર દૂરના ક્ષેત્રો સુધી જોઈ શકશે. જો કે તે ઉપરાંત હાલ જે રાષ્ટ્રધ્વજ ફરકે છે તે યથાવત રખાશે. અહી આવતા ભારતીય દર્શકોએ એ નોંધ લીધી હતી કે પાકના રાષ્ટ્રધ્વજ નીચો અને નાનો છે અને તેથી હવે નવો રાષ્ટ્રધ્વજ 18 ફુટ લાંબો હશે જે વધુ શ્રેષ્ઠ રીતે નજરે ચડે તે લોકેશનમાં રખાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.