પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામના યુવક સાથે લગ્ન કરાવી આપી યુવતીએ રૂ.દોઢ લાખ પડાવી લઈ રફુચક્કર થતા ભોગબનનારે સમી પો.સ્ટેશનમાં ફરિયાદ આપી.
પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામના યુવક સાથે લગ્ન કરાવી આપી યુવતીએ રૂ.દોઢ લાખ પડાવી લઈ રફુચક્કર થતા ભોગબનનારે સમી પો.સ્ટેશનમાં ફરિયાદ આપી. લુટેરી દુલ્હનના કિસ્સા નોંધાઈ રહ્યા છે.જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા કુંવારા યુવકો માટે સાવચેત રહેવા ચેતવણીરૂપ નોંધ લેવા ની ખાસ જરૂર છે. આવો એક કિસ્સાની જાણવા મળેલ વિગત મુજબ પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામના ૨૨ વર્ષીય યુવક નાડોદા કમલેશભાઈ પથુભાઈ એ સમી પોલીસ સ્ટેશનમાં પી.આઈ.ને આપેલ લેખિત ફરિયાદ માં વિગત એવી છેકે આરોપી નંબર( ૧ ) અનિતાબેન ડો/ઓફ નાનાભાઈ સોંદરવા ( ઉમર આધારે - ૨૪ વર્ષ. રહે. ઉલ્લાસનગર સોસાયટી,બાંદ્રા વેસ્ટ,મુંબઈ. ( ૨ ) ઠાકોર ચંપાબેન રૂપાભાઈ અને આરોપી નંબર ( ૩ ) વિરુદ્ધ તા. ૧૨-૧૨-૨૦૨૨ ના રોજ આપેલ ફરિયાદ મુજબ ફરિયાદી કુંવારા હોય આરોપી નંબર. ૨ અને ૩ ફરિયાદીના ઘરે બાસ્પા ગામે આવી ફરિ. ના માતા - પિતા ને વાત કરેલ કે તમારા દિકરા કમલેશ માટે છોકરીની ( લગ્ન માટે ) જરૂર હોય તો અમારા ધ્યાનમાં છે એમ કહેતા, હા પાડતા આરોપી નંબર. ૧ ( અનિતા ) ને લઈને બાસ્પા ગામે ફરિ.ના ઘરે લાવી તમારા લગ્ન કરાવી આપીયે ,પરંતુ તમારે રૂ.દોઢ લાખ આપવા પડશે એમ કહેતા કમલેશને છોકરી ગમી જતાં તા.૨૫-૧૧-૨૨ ના રોજ લગ્નના રૂ.૩૦૦ નાં સ્ટેમ્પ પેપર માં કરાર કરી,આરોપી નં.૨ અને ૩ નાએ કમલેશના પિતાએ બાસ્પા બેંકમાંથી રૂ.દોઢ લાખ ઉપાડી ને ફરિ.ના ઘરે આરોપી નં.૨ અને ૩ ને રૂ.દોઢ લાખ આપેલ. ત્યાર પછી દુલ્હન અનિતા તા.૦૧-૧૨-૨૦૨૨ સુધી પતિ કમલેશ સાથે રહીને ત્યારબાદ અનિતાની માતા ફરિ.ના ઘરે આવી કહેવા લાગેલ કે અનિતાને દવા કરાવવાની હોય અમારા ઘરે બે દિવસ આવવા દયો અને દવા કરાવી પરત આવી ને મુકી જઈશું. જો તમોને વિશ્વાસ ન હોય તો તમે પણ અમારી સાથે આવો એટલે કમલેશ અને તેમના ફૂઈનો દીકરો દિનેશભાઈ તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ અમદાવાદ થી તેઓની સાથે ટ્રેનમાં બેસી મુંબઈ જવા નીકળી,બીજા દિવસે સાંજના સમયે બોરીવલી સ્ટેશન પહોંચતા અનિતા અને તેની માતાએ કહ્યું કે તમે અહીંયા બેસો અમે લેડીસ ડબ્બામાં બેસિયે,તેમ કહીને બંને ભાગી ગયા અને તેમના ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા. શોધખોળ બાદ પણ ન મળતા ફરિયાદી કમલેશ અને તેમના ફુઈનો દિકરો દિનેશભાઈ પરત બાસ્પા ગામે આવી ગયેલ. ઉપરોક્ત દર્શાવેલ આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી રૂ.દોઢ લાખ પડાવી લઈ ગંભીર ગુન્હો કરેલ હોય કાયદેસરની કાર્યવાહી કરવા પાટણ એસ.પી.સાહેબને પણ જાણ કરી છે તેને આજે ૨૦ દિવસ થયા છતાં પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે..!!? પણ આરોપીઓને કેટલા દિવસમાં પકડીને કાનૂની કાર્યવાહી કરશે...!!? એવા સવાલ ઉઠયા છે..!! ગુજરાત રાજ્યમાં આવા બનાવો વધી રહ્યા છે ને આવા કિસ્સાઓમાં લૂટેરી દુલ્હનો અને દલાલો ને પોલીસ પકડી રહી છે...હવે પાટણ એસ.પી. આ કિસ્સામાં ફરિયાદીને ન્યાય અપાવી યોગ્ય કાર્યવાહી અને કુંવારા યુવકોને અથવા લગ્ન વાંછુક લોકોને લગ્નના નાને ચૂનો ચોપડતા લોકો ના નેટવર્કંમાં સામેલ ગુન્હેગારોને જડપી લઈ પોલીસ તંત્ર તરફ થી સમાજમાં સલામતી,શાંતિ અને સુરક્ષા નો અનુભવ કરાવે તે જરૂરી બન્યું છે.દિન - પ્રતિદિન વધી રહેલા આવા ગંભીર ગુન્હાઓ સામે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાની આવશ્યકતા છે. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.