એરપોર્ટ પાસે કાર ડિવાઈડર કુદી જતાં 4ને ઈજા: ટાયરો રીંગથી અલગ થયા
ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે પ્રવાસીની કાર ડિવાઈડર કુદી નીચે માર્ગની સાઈડમાં ઉતરી જતાં કારમાં બેઠેલા 4 વ્યકિતઓને ઈજા થયાનું જાણવા મળેલ છે.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનાં પ્રવેશ દ્વારથી થોડે દૂર કાર નં.જી.જે 13 સીબી 1533ના ચાલકે ડિવાઈડર કુદાવતા કારના સ્ટેટીંગનો કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડના ખાલીયામાં ઉતરી જતા કારના આગળના વ્હીલ રીંગથી છુટા પડયા હતા સાથે મોટુ નુકશાન થયું હતું.કારમાં સવાર જ વ્યકિતઓને ગોકુલ હોસ્પિટલની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
એરપોર્ટ જતા માર્ગના વળાંકમાં આ બનાવ બપોરના સુમારે બનતા એરપોર્ટ જતા કર્મચારીઓ સુરક્ષા જવાનો એકઠા થયા હતાં.અને મદદે દોડયા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.