માવતર ગ્રુપ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ દેશભક્તી અને ધર્મ ભકતિ નો સંગમ કરીને કર્યો કરીયાવર.
માવતર ગ્રુપ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ દેશભક્તી અને ધર્મ ભકતિ નો સંગમ કરીને કર્યો કરીયાવર.
સુરત તા.૧૭ ડિસમ્બરે કર્ણભુમિ સુરત ને આંગણે અનોખા સમુહ લગ્ન (કરિયાવર કન્યાદાન - ૨) જ્યાં દેશની રક્ષા પાંખો આર્મી, એરફોર્સ અને સિવિલ ડિફેન્સ સહીત વિવીધ ધર્મ સંસ્થાનો સહીત સામજીક સસ્થાઓ હાજર રહયા.
માત્ર એક બહેનની કમી પુર્ણ કરવા દ્રીતીય સમુહ લગ્ન સમારોહ દ્વારા ૧૧ બહેનોના સમાજ પાસેથી એક પણ રુપિયાના યોગદાન વિના સ્વ ખર્ચે લગ્ન કરાવતો ૨૫ વર્ષનો માલધારી યુવાન જગા વાલા મેર ( માવતર ગૃપ, સુરત.)
એકબાજુ જ્યાં વિશ્વની સોથી મોટી કોમર્શિયલ ઇમારત સુરત ડાયમંડ બુર્સ નુ લોકાર્પણ થયુ તેજ દાનવિર કર્ણભુમિ સુરતના આંગણે ૧૧ દિકરીઓના એક અનોખા સમુહ લગ્નનુ આયોજન થયુ જ્યાં ૨૫ વર્ષનો એક ભાઇ બહેન ન હોવાના ઓરતા પુરા કરવા અને સમાજ માંથી કોઇપણ પાસે કોઇ સહયોગ લિધા વિના સમગ્ર કર્યાવર સહીત ૧૧ બહેનોનો ભાઇ બની કન્યા દાન કરવાના સંકલ્પને પુરા કર્યા
આ અનોખા પ્રસંગે રામ મઢી મહંતશ્રી, દેશના રક્ષકો, જવાનો, કારગીલ યુધ્ધના જવાનો હાજર રહયા હતા તથા સર્વ સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં જાનૈયા અને મહેમાન હાજર રહ્યા હતા જેની સમાજના વિશેષ લોકોએ નોંધ લીધી.
સમાજની નવી પેઢીના યુવાનો માવતર ગૃપની જેમ આવાજ સામાજીક કાર્ય કરતા રહેશે તો આવનારા સમયમાં ઉલ્ટી દિશામાં ચાલી ભટકેલા યુવાનને સારી રીતે પ્રેરણા પથ મળી રહેશે અને એક સ્વચ્છ અને જાગૃત તથા સહકારી સમાજનુ નિર્માણ થતુ રહેશે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.