પદ્મશ્રી નાના ચુડાસમાજીના જન્મદિવસ ૨૫૦ રોપાઓનું વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવ્યો - At This Time

પદ્મશ્રી નાના ચુડાસમાજીના જન્મદિવસ ૨૫૦ રોપાઓનું વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવ્યો


જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ ના પ્રણેતા એવા વર્લ્ડ ચેરમેન પદ્મશ્રી નાના ચુડાસમા જીનો આજે જન્મદિવસ હોય તેમજ ફેડરેશન પ્રેસિડેન્ટ કેતનભાઇ રોજીસરાના પત્ર મુજબ વર્લ્ડ ચેરમેન પદ્મશ્રી નાના ચુડાસમાજીના જન્મદિવસની ઉજવણી વધુમાં વધુ વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવવામાં આવે એના માર્ગદર્શન તળે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજે 250 વૃક્ષો ખુશ્બુ રેસીડેન્સી ખાસ રોડ મોડેલ સ્કૂલની બાજુમાં બોટાદ ખાતે વાવી પદ્મશ્રી નાના ચુડાસમા જીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન પ્રેસિડેન્ટ કેતનભાઇ રોજેસરા, યુનિટ ડાયરેક્ટર સીએલ ભિકડીયા, ડી.એ દીપકભાઈ માથુકિયા, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ કોઠારી, મુકેશભાઈ જોટાણીયા, ઇમરાન ભાઈ રાવાણી, હિતેશભાઈ મેર, સમીરભાઈ દોશી, મનસુરભાઈ ખલ્યાણી,અતુલભાઇ વાઘેલા, તેમજ ખુશ્બુ રેસીડેન્સી ના માલિક તેમજ ત્યાંના સભ્યો હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ રીતે કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.