*હિંમતનગરના ધાણધા ખાતે "સામુહિક વન નિર્માણ યોજના" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

*હિંમતનગરના ધાણધા ખાતે “સામુહિક વન નિર્માણ યોજના” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


*હિંમતનગરના ધાણધા ખાતે "સામુહિક વન નિર્માણ યોજના" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
*****

સાબરકાંઠા જિલ્લામાં "સામુહિક વન નિર્માણ યોજના" અંતર્ગત ધારાસભ્યશ્રી વી. ડી.ઝાલાના વરદ હસ્તે હિંમતનગર તાલુકાના ધાણધા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. હિંમતનગર થી ઇડર હાઇવે રોડ પર હિંમતનગર જી.આઇ.ડી.સી. વિસ્તારની પાછળ આવેલ ધાણધા જંગલ વિસ્તારમાં સાબરકાંઠા વન વિભાગ હિંમતનગરની ક્ષેત્રિય રેન્જ રાયગઢ ધ્વારા વનકવચ વિકસાવવાના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના હેતુથી ગુજરાત વન વિભાગ ધ્વારા વનકવચ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ધાણધા "વનકવચ" ખાતે વૃક્ષારોપણ કરવામાં છે.

વધુમાં તેમણે ધાણધા વનકવચ ખાતે ત્રણ માસ જેટલા સમયમાં જ ૧૦૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી જરૂરી માવજત પુરી પાડી વિકાસવાળા વનનું નિર્માણ બદલ ક્ષેત્રિય રેન્જ રાયગઢના ફોરેસ્ટ સ્ટાફની પ્રશંશા કરી હતી. તેમજ આ વનકવચ થકી નિર્માણ પામેલ વન હિંમતનગર જીલ્લા મથક નજીક હોઇ નગરજનો તેમજ અંબાજી હાઇવે પરથી પસાર થનાર યાત્રાળુઓ માટે વિરામ સ્થળ બની રહેશે. તેમજ વન નિર્માણથી પ્રકૃતિપ્રેમીઓ પણ આ વનકવચનો ભરપૂર આનંદ માણી શકશે તેવી આશા વ્યકત કરી હતી.

આ વનકવચમાં ૭૫ થી વધુ જાતના વૃક્ષો જેવા કે ઔષધીય, ફળાઉ, ગૌણવન પેદાશ ધરાવતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમાંમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્ધાય, હિંમતનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ જે. ઠકકર, મદદનીશ વન સંરક્ષકશ્રી વનરાજસિંહ આર.ચૌહાણ, રાયગઢ પરિક્ષેત્ર વન અધિકારીશ્રી અનિરૂધ્ધસિંહ એમ.સિસોદીયા, ક્ષેત્રિય રેન્જ રાયગઢનો ફોરેસ્ટ સ્ટાફ તેમજ ધાણધાના ગ્રામજનો,ઉપસ્થિત રહ્યા હતા.
*****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.