રાજકોટને સમાજોપયોગી કરોડોના દાન અપાવનાર ધીરગુરુદેવની નિષ્કામ,નિ:સ્વાર્થ ભાવના વંદનીય છે. - At This Time

રાજકોટને સમાજોપયોગી કરોડોના દાન અપાવનાર ધીરગુરુદેવની નિષ્કામ,નિ:સ્વાર્થ ભાવના વંદનીય છે.


રાજકોટને સમાજોપયોગી કરોડોના દાન અપાવનાર ધીરગુરુદેવની નિષ્કામ,નિ:સ્વાર્થ ભાવના વંદનીય છે.

રાજકોટ ગોંડલ સંપ્રદાયમાં ૧૯૮૨ માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પિતા-પુત્ર એટલે ૮૦ વર્ષના પૂજ્યપાદ પ્રેમગુરુદેવ અને ૨૪ વર્ષના પુત્ર પૂ. ધીરગુરુદેવ. જેઓનો જન્મ જામનગર જિલ્લાના મુઠી જેવડા જશાપર ગામે થયેલ. પૂ. પ્રેમગુરુદેવ દીક્ષા પૂર્વે સરપંચ પદે ૫૦ વર્ષ કાર્યરત હતા.
૧૯૯૬ માં ખાસ કરીને સાધ્વીજીઓના સંયમની સુરક્ષા કાજે વિહારધામ યોજનાનો પ્રારંભ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી થયા બાદ સૌરાષ્ટ્ર,ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પૂર્વભારત વગેરે ક્ષેત્રમાં ઉપાશ્રય,ગર્લ્સ હોસ્ટેલ, બહેરા-મૂંગા શાળા, જૈન બોર્ડિંગ, મહાવીર ભવન,ભોજનાલય વગેરે ૧૦૮ થી વધુના નૂતનીકરણ કે નવ નિર્માણ થવા પામેલ છે.
હાલ રાજકોટને સરસ્વતી શિશુ મંદિર સંકુલ નું ૧૧ કરોડ ના ખર્ચે, વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ ૧૫ કરોડ,જૈન બોર્ડિંગ, મહાવીરભવન ૧૫ કરોડના ખર્ચે તેમજ અમદાવાદ-બોપલમાં ૨૧ કરોડના ખર્ચે ધર્મ સંકુલ અને મેડિકલ સેન્ટર,કલકત્તામાં ૧૦ કરોડના ખર્ચે ધર્માલય નું કાર્ય પૂર્ણ થયેલ છે. અને ઇન્દોરમાં જૈન ભવનનું ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે.સાહિત્ય ક્ષેત્રે ઉજાલા કરે આદિત્ય ,જીવન સુધારે સાહિત્યના સૂત્રને ચરિતાર્થ કરવા શ્રાવક જીવન ઉપયોગી ૧૧ જૈનાગમ,જૈન રામાયણ, જૈન મહાભારત,વ્યાખ્યાન સંગ્રહ, સુપર ડુપર. આત્મા,તત્વજ્ઞાન,વાર્તા વગેરેના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. રાજકોટ વૈશાલીનગર માં મેડિકલ અને વૈયવચ્ચ સેન્ટર સાધુ-સાધ્વી તેમજ દરેક જ્ઞાતિના ભાઈ-બહેનોને અતિ રાહત દરે ખૂબજ ઉપયોગી બની રહ્યું છે. ભારતભરમાં સાતાકારી પાટ નું વિતરણ ખૂબ જ પ્રશંસનીય બનવા પામ્યું છે.
આવા ભગીરથ અને અસંભવ કાર્યની સફળતામાં ગુરુદેવની નિષ્કામ અને નિ:સ્વાર્થ ભાવનાનું દર્શન થાય છે."હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક" માં માનનારા ગુરુદેવ હંમેશા કહે છે કે-'આપ્યું તેને અર્પણ' અર્થાત્ આપણા પૂર્વજો આપીને ગયા છે તો આપણે સંવર્ધન કરી જેનું છે તેને આપવાની ભાવના રાખવાથી મનની પ્રસન્ન્તા વધે છે.
૧૨ જાન્યુઆરીના ઢેબર રોડ ખાતે વિરાણી બહેરા-મૂંગાશાળા સંકુલની ઉદ્ ઘાટન વિધિ યોજાયેલ છે. સંકુલ દિવ્યાંગ મૂક-બધિર બાળકો માટે નવી ચેતનાનું ઉર્જા કેન્દ્ર બનશે તેવી પૂરી શ્રધ્ધા છે. આવા સંતપુરુષ જિન શાસન અને રાષ્ટ્રને સમયે સમયે મળતા રહે તેવી મંગલ ભાવના શાસન રસિકોએ ભાવી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.