લીલીયા પોલીસ દ્વારા પે સેન્ટર કન્યા શાળા ખાતે પતંગ વિતરણ કરાઈ
તારીખ 13/1/2025 ના રોજ લીલીયા મોટા પોલીસ સ્ટેશનના પી.આઈ આઈ.જે ગીડા ની ઉપસ્થિતિમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પે સેન્ટર કન્યાશાળા સ્કૂલની વિદ્યાર્થીની ઓને પતંગ વિતરણ કરવામાં આવી જે પતંગ માં ગુજરાત પોલીસ દ્વારા સ્લોગન લગાવવામાં આવેલ કે ડિજિટલ સુરક્ષા ના ત્રણ પગલા જેમાં થોભો,વિચારો,અને એક્શન લો ના સ્લોગન વાળી પતંગોનું વિતરણ બાળાઓને કરવામાં આવેલ સાથે સાથે બાળકોને ચાઈનીઝ દોરી થી પતંગ ન ચકાવવા પણ પી.આઇ દ્વારા અપીલ કરવામાં આવી આ તકે પી.આઇ ગીડા દ્વારા સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત વિદ્યાર્થીનીઓને માહિતી આપવામાં આવે અને ટોલ ફ્રી નંબર 1930 વિદ્યાર્થીઓ ને નંબર આપી જાહેર કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
