ભાવનગરના રાજવી યુવરાજ સાથે અરવિંદ કેજરીવાલની મુલાકાત, કંઈક નવા જૂની થઈ શકે છે
અરવિંદ કેજરીવાલની દરેક મુલાકાતમાં કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની રહી છે ત્યારે બે દિવસથી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ભાવનગરની મુલાકાતમાં તેમણે કંઈક નવા જૂનીના સંકેત આપ્યા હતા. ભાવનગરના રાજવી યુવરાજ સાથે અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી પહેલા ભાવનગરના રાજકારણ કંઈક નવા જૂનીના સંકેતો આપ્યા છે.
સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગરમાં જનસભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે કાર્યક્રમ સ્થળ પહેલા નિલમબાગ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુલાકાત કરી હોવાની વિગતો મળી રહી છે. 15 મિનિટ જેટલી મુલાકાત યુવરાજ જ્યવીરરાજ સાથે મુલાકાત થઈ હોવાની વિગતો સામે આવી છે.
અરવિંદ કેજરીવાલનો આજનો પ્રવાસ કાલની જેમ જ મહત્વનો રહ્યો હતો ત્યારે કેજરીવાલે આ મુલાકાતમાં કેટલાક મહત્વના ટ્વિટ પણ કર્યા હતા ત્યારે તેને લઈને પણ રાજકારણ ગરમાયું છે. ત્યારે કેજરીવાલની આ મુલાકાત બાદ પણ રાજકારણ ગરમાયું છે. જો કે, ત્યાર બાદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર મામલે પણ કેજરીવાલનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.