પાલીખંડા ગામેથી ઓવરલોડ ભરેલું રેતીનું ડમ્પર ઝડપી પાડતા શહેરા મામલતદાર - At This Time

પાલીખંડા ગામેથી ઓવરલોડ ભરેલું રેતીનું ડમ્પર ઝડપી પાડતા શહેરા મામલતદાર


પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા પાસેથી રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર શહેરા મામલતદાર દ્વારા ઝડપી પાડ્યું તાલુકામાં આવેલાં નદીઓ કોતરોમાંથી મોટા પ્રમાણમાં રેતી મળી આવતા ખનિજ ચોરો દ્વારા તેનુ ખનન કરી ને ગેરકાયદેસર રીતે ભરીને હેરા ફેરી કરતા હોય છે જેને લઇને રેતી ભરેલ જી જે ૦૯ એકસ ૯૨૪૦ ડમ્પરને શહેરા ના મામલતદાર દ્વારા રોકી તેને પૂછ પરછ કરતા પાસ પરમિટ રોયલ્ટી માગતા જેમાં જોતા ઓવર લોડ રેતી ભરેલ ૧૯ ટન ને બદલે ૨૩ ટન જેટલું વધારે વજન ધરાવતા ઓવર લોડ ડમ્પર રેતી ભરેલ વહન કરતા જળપાઈ જતા તેનું તેને શહેરા તાલુકા સેવા સદન કચેરી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
શહેરા મામલતદાર એમ.એમ મોદી દ્વારા ઓવર લોડ ભરેલ રેતી ભરેલ ડમ્પર પાલીખંડા ગામેથી ઝડપાયું હતું અને વધુ કાર્યવાહી કરવા માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેથી ગેરકાયદેસર રીતે ખનિજ સંપત્તિનું ખનન કરતા ઝડપી પાડતા ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો

રિપોર્ટર વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.