રાજકોટમાં માત્ર ઝાપટું જ વરસ્યું, પારો ફરી 37 ડિગ્રી થતા ગરમી - At This Time

રાજકોટમાં માત્ર ઝાપટું જ વરસ્યું, પારો ફરી 37 ડિગ્રી થતા ગરમી


રાજકોટ વરસાદ વિહોણું રહ્યું, જુલાઈનો પ્રથમ સપ્તાહ કોરો

રાજકોટ શહેરમાં ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદની ભારે રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે પણ તે મુજબ વરસાદ વરસ્યો નથી. છેલ્લા 3 દિવસ તો કોરા નીકળ્યા છે. સોમવારે સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા પણ મોડી રાત્રી સુધીમાં માત્ર ઝાપટું જ પડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.