સટોડીયા પતિના અન્ય યુવતી સાથેના સબંધ અંગે સાસુએ કહ્યું, તું મારા દીકરાને સાચવતી નથી એટલે આવું કરે છે
રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે જ્ઞાન જીવન સોસાયટી શેરી નંબર.2 માં માવતરના ઘરે રહેતી કાજલબેન (ઉ.વ 27) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક આવેલા શુભમ પાર્ક શેરી નંબર.1 માં રહેતા પતિ ધીલન રાજેશભાઈ રાઠોડ અને સાસુ અંજનાબેનના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2021 માં તેના લગ્ન ધીલન સાથે થયા હતા. લગ્નના બે માસ બાદ જ સાસરીયાઓએ માથાકૂટ શરૂ કરી દીધી હતી. પતિ ઓનલાઈન જુગાર રમવાની ટેવ ધરાવતો હોય જેથી ઘર ખર્ચ માટે પૈસા આપતો નહીં. સાસુ પરિણીતાને કહેતા તારો પતિ ઘર ખર્ચ આપતો નથી. તું મને ગમે ત્યાં નોકરી કરી પૈસાની વ્યવસ્થા કરી આપ આ રીતે વારંવાર મેણાટોણા મારતા હતા. પતિ સામાન્ય બાબતે ઝઘડા કરી વાતચીત બંધ કરી દેતો હતો તેમજ આખો દિવસ મોબાઇલમાં જ વ્યસ્ત રહેતો હતો. લગ્નના થોડા સમય બાદ સાસુએ તેના તમામ દાગીના સાચવવાના બહાને લઈ લીધા હતા પ્રસંગ હોય ત્યારે પણ દાગીના પહેરવા આપતા નહીં આ સ્થિતિમાં પિયરમાંથી સોનાનો ચેન લઈ આવી હતી. જે પ્રસંગ પૂરો થયા બાદ લઈ લીધો હતો. પતિએ જાણ બહાર આ ચેન ગીરીવે મૂકી દીધો હતો થોડા સમય બાદ સાસરિયાઓએ દાગીના ગીરવે મૂકી દીધાની જાણ થઈ હતી. પતિ અને સાસુને આ બાબતે પૂછતા કહ્યું હતું કે, લગ્નનો ખર્ચ વધારે થઈ ગયો છે અને નવું મકાન લીધું છે એટલે દાગીના ગીરવે મૂક્યા છે. આ અમારા પણ દાગીના છે આમાં અમારે તમને કંઈ પૂછવાનું ન હોય.
એક દિવસ પતિએ લગ્નમાં વધારે ખર્ચ થઈ ગયાનું કહી પરિણીતાના પિતા પાસેથી રૂપિયા 50 હજાર મંગાવ્યા હતા. થોડા સમય બાદ પરણીતાના પિતાએ રકમ પરત માંગતા પતિએ સરખો જવાબ આપ્યો ન હતો.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના પતિ અન્ય મહિલા સાથે ફોનમાં અને મેસેજમાં સંપર્કમાં રહેતો હતો આ બાબતે પુછતા પતિએ ઝઘડો કર્યો હતો સાસુને જાણ કરતા કહ્યું હતું કે, તું મારા દીકરાને સરખી રીતે સાચવતી નથી એટલે આવું કરે છે. પતિ અને સાસુની હેરાનગતિ વધતી જતા અંતે પરિણીતા માવતરે આવતી રહી હતી. એકાદ બે વખત બંને વચ્ચે સમાધાન માટે મિટિંગ થઈ હતી. પરંતુ સમાધાન ન થતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.