વેપારીનું ફેક આઈડી બનાવી શેરબજારની ખોટી ટિપ્સ આપી લોકોને છેતરવાનો પ્રયાસ
રાજકોટમાં રહેતા અને વર્ષોથી શેરબજારનું કામ કરતા વેપારીની સોશિયલ મીડિયાની ફેક આઈડી બનાવી તેના નામે લોકોને શેરબજારની ખોટી ટીપ્સ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવતાં સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર કોપર સ્ટોનમાં રહેતા મિનિષભાઈ મહેશભાઈ પટેલે (ઉ.વ.47)અલગ અલગ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી ધારક વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં મિનિષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે 30 વર્ષથી શેરબજારનું કામ કરે છે, સોશિયલ મીડિયામાં પોતાની ચેનલ ચલાવે છે અને તેમાં 12 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.
ચાર વર્ષ પહેલા તેમને કેટલાક પરિચિતના ફોન આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, નાણા ટ્રાન્સફર કર્યા છે અને બમણા થઇને ક્યારે આપશો, આ બાબતે મિનીષભાઇએ તપાસ કરતાં તેમના સોશિયલ મીડિયાની આઈડીનો કોઈએ ગેરઉપયોગ કર્યો છે. મિનીષભાઇના નામની ફેક આઈડી બનાવી તેના પર શેરબજારને લગતી ખોટી માહિતી આપીને પૈસા પડાવવાનો ખેલ થઇ રહ્યો હતો,
આ મામલે અંતે 23 નવેમ્બરના મિનીષભાઇએ સાયબર ક્રાઈમ પોર્ટલમાં જાણ કરી હતી અને અંતે ગુનો નોંધવામાં આવયો હતો. પોલીસે અલગ અલગ સાઇટના નામે ઠગાઈનો પ્રયાસ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.