ઓવર સ્પિડમાં વાહન દોડાવનાર – 58 વાહન ધારકોને દંડ ફટકારતું RTO તંત્ર
રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ હાઈવે ઉપર જુદા જુદા ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમ્યાન જિલ્લા આરટીઓ તંત્રએ ઓવર સ્પિડ અને ભયજનક રીતે વાહન ચલાવતા 58 વાહન ધારકોને ઝડપી લીધા હતા અને રૂા.1.11 લાખના દંડની વસુલાત કરી હતી.
જયારે ડ્રાઈવીંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 112 વાહન ધારકોને પણ તંત્રએ ઝડપી લીધા હતા. અને રૂા.2.24 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓવરલોડ વાહનનાં 165 કેસોમાં રૂા.20.54 લાખનાં દંડની વસુલાત આરટીઓ તંત્રએ કરી હતી.
ઓવર ડાયમેન્શનનાં 32 કેસોમાં રૂા.1.79 લાખના દંડની, કલેન્ડેસ્ટાઈન- ઓપરેશનનાં 39 કેસોમાં રૂા.3.90 લાખની ટેક્ષ વિના ચાલતા વાહનોના 12 કેસોમાં રૂા.3.24 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.
જયારે વ્હાઈટ એલઈડી લગાડેલા અને રોંગ સાઈડ ડ્રાઈવીંગના કુલ 129 કેસોમાં રૂા.1.33 લાખના દંડની તથા રેડિયમ-રિફલેકટર જેવા રોડ સેફટીનાં 44 કેસોમાં રૂા.44 હજારના દંડની અને ફિટનેસ વિનાના વાહનનાં 58 કેસોમાં 2.90 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.
હેલમેટ, સિટબેલ્ટ, પીયુસી અને વિમા વિના વાહન ચલાવવાનાં 197 કેસોમાં રૂા.1.90 લાખ, રૂપ્ડ એન્ડ સુપ્ડનાં 98 કેસોમાં રૂા.98 હજાર, તથા અન્ય 3 કેસોમાં રૂા.1500ના દંડની વસુલાત કરાઈ હતી. એકંદરે કુલ 946 કેસોમાં રૂા.40.40 લાખના દંડની વસુલાત કરાઈ હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.