હવે સસ્તા અનાજની દુકાન બંધ રાખી નહીં શકો પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે રેશનકાર્ડ ધારકોને ધરમના ધક્કા નહીં થાય સરકારના નિર્ણયને આવકારતા કુંવરજીભાઈ - At This Time

હવે સસ્તા અનાજની દુકાન બંધ રાખી નહીં શકો પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે રેશનકાર્ડ ધારકોને ધરમના ધક્કા નહીં થાય સરકારના નિર્ણયને આવકારતા કુંવરજીભાઈ


ઘઉં ચોખા બાજરી તુવેર દાળ અગ્રતા ધરાવતા પરિવારોને 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાશૅ અન્ન નાગરિક પુરવઠા મંત્રી બાવળીયા

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું છે, કે ગુજરાતના ૭૩ લાખ NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં. સસ્તાં અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે. નવા નિર્ણય મુજબ સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે. આમ રેશનકાર્ડ ધારકોને દુકાનનો ધક્કો ખાવો પડશે થશે નહીં. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે ૭૦૦ દુકાનો નોંધાઈ છે
રેશનિંગની દુકાનોનો સમય સવારે ૮.૩૦ થી ૧૨ અને સાંજે ૩.૩૦ થી ૬ વાગ્યા સુધીનો છે. જ્યારે સોમવાર તેમજ જાહેર રજાના દિવસે દુકાનો બંધ હોય છે. એ જ રીતે રાજ્યના 99 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની (પ્રાયોરિટી હાઉસ હોલ્ડ- P.H.H.) 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા ચણા, રૂ.30 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-2013 अंत्योध्य તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું તેમ અંતમાં રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના નિર્ણયને આવકારતા અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.