પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા કોલેજિયન યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું - At This Time

પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા કોલેજિયન યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું


નેશનલ
ફિટનેસ
બિઝનેસ
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
સ્પોર્ટ્સ
હેલ્થ
હોમ

ટૉપ ન્યૂઝ

રાજકોટ

રાજકોટ શહેરમાં હરિ ધવા રોડ પરની સોસાયટીમાં રહેતી અને બીબીએમાં અભ્યાસ કરતી 18 વર્ષીય છાત્રાને ગરબે રમવા માટે જવું હતું.પરંતુ તેણી બિમાર હોઇ પિતાએ બે ત્રણ દિવસ માટે ગરબા રમવા જવાની ના પાડતાં જે વાતનું માઠુ લાગી જતાં ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે.
માહિતી મુજબ હરિ ધવા રોડ પર સુભાષ સોસાયટીમાં રહેતી ભુમિકા અશ્વિનભાઇ વાળા (ઉ.વ.૧૮)એ તા. રના પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી પરિવારે તેણીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન ભૂમિકાએ ગઇકાલે દમ તોડી દીધો હતો. આ મામલે ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આપઘાત કરનાર ભૂમિકા ત્રણ બહેનમાં મોટી હતી. અને વડોદરા યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતી હતી. હાલ નવરાત્રી શરૂ થઇ હોઇ તે નોરતા કરવા રજા પર રાજકોટ આવી હતી પરંતુ ત્રણ દિવસથી તેને તાવ આવતો હોઇ નબળાઇ રહેતી હોઇ પિતાએ તેને સારુ થઈ જાય પછી રાસ ગરબા રમવા જવાનું કહેતાં તેણીને આ વાતનું માઠુ લાગી ગયું હતું.અને આ પગલું ભરી લીધું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.