રાજકોટની સાયન્સ કોલેજમાં 6 મદદનીશ પ્રોફેસર નિમાયા
ઉચ્ચ શિક્ષણ વિભાગે 41 પ્રોફેસરના ઓર્ડર કર્યા.
ઉચ્ચ શિક્ષણ વિભાગે તાજેતરમાં જ રાજકોટ સહિત રાજ્યની સરકારી સાયન્સ કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકની ખાલી પડેલી જગ્યા ઉપર નવા 41 પ્રોફેસરની નિમણૂકના ઓર્ડર કર્યા છે જેમાં રાજકોટ જિલ્લામાં 6 મદદનીશ પ્રોફેસરની નિમણૂક થઇ છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસંદગી પામેલા મદદનીશ પ્રાધ્યાપકને વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં નિમણૂક આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.