નાનાભાઇના મોતની પરીવારે જાણ ન કરતા યુવકે ફીનાઇલ પીધું
ભકિતનગર સ્ટેશન પ્લોટમાં રહેતા ઉપેન્દ્રભાઇ પેથાભાઇ ગણીયા (ઉ.30) આજે વ્હેલી સવારે પોતાના ઘર પાસે આવેલ કેપીટલ કોમ્પલેક્ષ પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરતા એએસઆઇ લાભુભાઇ સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને યુવકનું નિવેદન નોંધ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ઉપેન્દ્ર મુળ મોરબીના રંગપર ગામનો વતની અને પત્નિ સાથે રાજકોટમાં રહે છે.
તેમજ રંગપરમાં તેનો નાનાભાઇ તેના કાકા સાથે રહેતો હતો, જેમનું પાંચ દિવસ પહેલા મોત નિપજયું હતું. જેની જાણ ઉપેન્દ્રને ન કરતા લાગી આવ્યું હતું અને પગલુ ભર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.