રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ પ્લોટની હરરાજી સંભવિત તા ૮ ઓગસ્ટના યોજાશે રાજકોટ શહેર પ્રાંત ૧ કચેરી ખાતે બપોરે ૩ ૩૦ વાગ્યાથી હરરાજી થશે - At This Time

રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ પ્લોટની હરરાજી સંભવિત તા ૮ ઓગસ્ટના યોજાશે રાજકોટ શહેર પ્રાંત ૧ કચેરી ખાતે બપોરે ૩ ૩૦ વાગ્યાથી હરરાજી થશે


રાજકોટ તા. ૦૭ ઓગસ્ટ – રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની સંભવિત હરરાજી આગામી તા. ૮ મી ઓગસ્ટ ને ગુરુવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે યોજાશે.
જેમાં ૧. એ- ખાણીપીણી, ૨. બી-૧ કોર્નર ખાણી-પીણી, ૩. કેટેગરી એક્સ – આઈસક્રીમ, ૪. કેટગરી-ઝેડ (ઝેડ ટી કોર્નર), ૫. કેટેગરી-ઈ (ઈ યાંત્રિક), ૬. કેટેગરી-એફ (એફ યાંત્રિક), ૭. કેટેગરી-જી (જી – યાંત્રિક), ૮. કેટેગરી-એચ (એચ યાંત્રિક)ના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે 3:30 કલાકથી હરરાજી પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર પણ થઈ શકે છે, તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને રાજકોટ શહેર-૧ નાયબ કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.