પોલીસની બેદરકારીથી પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યો, ત્રણ માસમાં તપાસ પૂર્ણ કરવા આદેશ - At This Time

પોલીસની બેદરકારીથી પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યો, ત્રણ માસમાં તપાસ પૂર્ણ કરવા આદેશ


90 દી’માં ચાર્જશીટ નહિ કરતા કોર્ટે આરોપીને ડિફોલ્ટ બેઇલ પર છોડ્યો

ચુનારાવાડ વિસ્તારની તરુણીને હિતેશ ભરતભાઇ જાંબુકિયા અપહરણ કરી જઇ દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. ત્યાર બાદ પીએસઆઇ એ.જે.લાઠિયાએ કાયદાની પ્રક્રિયા મુજબ 90 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું ન હતું. જેનો કાનૂની લાભ લઇ આરોપી હિતેશે એડવોકેટ જિજ્ઞેશ એમ. સભાડ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે કેસ ચાલતા અદાલતે તપાસનીશ અધિકારીને સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.

તપાસનીશ અધિકારીએ પોતે સમય મર્યાદા પૂર્વે ચાર્જશીટ રજૂ કરી દીધું હોવાનું સોગંદનામું કર્યા બાદ અદાલતે એ ડિવિઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઇ સી.જી.જોશીને હકીકત જણાવવા હુકમ કર્યો હતો. જેથી પીઆઇએ સોગંદનામામાં પોતાની કોઇ બેદરકારી નહિ હોવાનું અને તપાસનીશ અધિકારી લાઠિયાના લીધે ચાર્જશીટ રજૂ થયું ન હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.