17 વર્ષના યુવાનનું નિપજ્યું હાર્ટએટેકથી મોત, અકાળે નિધનથી પરિવારજનો માં નો શોકનો માહોલ - At This Time

17 વર્ષના યુવાનનું નિપજ્યું હાર્ટએટેકથી મોત, અકાળે નિધનથી પરિવારજનો માં નો શોકનો માહોલ


ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી હતી.જ્યારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ શહેરમાં ૧૭ વર્ષનાં યુવાન જીગ્નેશ
મુળજીભાઈ નામના યુવાનનું હાર્ટ એટેકને કારણે કરૂણ મોત નિપજ્યું છે, યુવાનને અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી વિગત પ્રમાણે ચોરવાડ ગામે 17 વર્ષનો નવ યુવાન નાળીયેર ઉતારતો હતો જ્યાં તેમને ચક્કર આવતા ૧૦૮ દ્વારા તેમને ચોરવાડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો‌ જયાં તેમને એટેક આવી જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો

હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જાણવા મળે છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.