સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪થી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪થી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
******
જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લેઇ સરકારની ૧૩ જેટલા વિભાગોની ૫૫ જેટલી સેવાઓ ઘર આંગણે મળી રહેશે
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૧૭ મી સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ દિવસોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે હાથ ધરાનારા આ સેવાસેતુ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવીચારણ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીહર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ તા. ૧૭ મી સપ્ટેમ્બરથી શરૂ થશે. સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લાના ૮ તાલુકાના ગામો અને ૬ નગરપાલિકાના શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૪ જેટલા અને શહેરી વિસ્તાર કુલ ૧૨ જેટલા સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે.
જે અન્વયે આગામી તા. ૧૭-૯-૨૦૨૪ ને મંગળવારના રોજ જિલ્લાના તમામ ૮ તાલુકાઓમાં સેવા સેતુ યોજાશે. જેમાં ઇડરમાં મોટાકોટડા ગામે, વડાલીમાં હાથરવા ગામે, હિંમતનગર રંગપુર ગામે, ખેડબ્રહ્માના હિંગટીયા ગામે, પોશીનાના ચોલીયા ગામે, વિજયનગર ખાતે, તલોદના રણાસન ગામે અને પ્રાંતિજના સોનાસન ગામે સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે. જેમાં સરકારની ૧૩ જેટલા વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે મળી રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.