એસ.ટી.ડેપો વેરાવળ ખાતે વ્યસનમુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાયો - At This Time

એસ.ટી.ડેપો વેરાવળ ખાતે વ્યસનમુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાયો


એસ.ટી.ડેપો વેરાવળ ખાતે વ્યસનમુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાયો
--------------------
જિલ્લા આરોગ્યશાખા, તમાકુ નિયંત્રણ સેલ અને સ્વ.મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને સ્વ.સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.બરુઆ તથા ડો.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વ્યસનમુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાયો હતો.

એસ.ટી.ડેપો વેરાવળ ખાતે યોજાયેલા વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પમાં જિલ્લા કક્ષાએથી સોશ્યિલ વર્કર જીતુભાઈ રતનઘાયરા તેમજ નમ્રતાબેન દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજ આપવામાં આવી હતી.

આરોગ્ય કેમ્પ મારફત તાલુકા આરોગ્ય ટીમ તથા ડો.સાંગાણી હોસ્પિટલ ટીમ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.

આ તકે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઈન્ચાર્જ કિશનભાઈ અગ્રાવત, અને હેડ મિકેનિક ઉમેશ ભાઈ પરમાર, પરેશભટ્ટની ઉપસ્થિતમાં સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ વ્યસન મુકિત અભિયાન અંતર્ગત એસ.ટી કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.