જૂનાગઢના જય હરિ ફેશન હાઉસમાં મહિલા મતદારો માટે જાગૃતિ અંતર્ગત ખાસ વળતર યોજનામારો મત – મારો અવાજ આવો ૭મી મેએ કરીએ વહેલું મતદાન
જૂનાગઢના જય હરિ ફેશન હાઉસમાં મહિલા મતદારો માટે જાગૃતિ અંતર્ગત ખાસ વળતર યોજના
મારો મત - મારો અવાજ આવો ૭મી મેએ કરીએ વહેલું મતદાન .....વાત સાર્થક કરવા મહિલા મતદારો ને પ્રોત્સાહિત કરવા જય હરી ફેશન હાઉસ દ્વારા જાગૃતિ અભિયાનઆપણાં દેશની લોક્શાહી નો પાયો મજબૂત બને તે માટે પાંચ મિનિટ કાઢી ગૌરવથી મતદાન કરીએ- શ્રેષ્ઠ સરકારને ચૂંટવામાં આપણા દરેકની મતદાન દ્વારા ભાગીદારીરૂપ ભૂમિકા
આલેખન- અશ્વિન પટેલ, જૂનાગઢ
જુનાગઢ જીલ્લા ચૂંટણી અધિકારી અનીલકુમાર રાણાવસિયા જુનાગઢ જિલ્લાના મતદારો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમાળકાભેર વધુમાં વધુ મતદાન કરી લોકશાહીનો પાયો મજબૂત બનાવે તે દિશામાં ખુબ લોકજાગૃતી કાર્યો કરી રહ્યા છે, સ્વિપ કામગીરી અંતર્ગત શાળા કોલેજમાં ભણતા યુવા વિદ્યાર્થીઓ, યુવાનો, શતાયુપાર મતદારો, અને દિવ્યાંગ મતદારો ખાસ મતદાનમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે દિશામાં જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે જુનાગઢ શહેરના રણછોડનગર સોસાયટી નાં બ્લોક ૧૧૮માં નિવૃત્ત જીવનગાળતા ત્રીલોકભાઈ હરિભાઈ ગોહિલ પોતાનાં પુત્ર સાથે મળીને ઘર બેઠા રેડીમેટ કપડાનું વેચાણ કરી પોતાની આમદની રળી રહ્યા છે, ત્યારે તેમણે જય હરિ ફેશન હાઉસના નામે નાના બાળકો, યુવાનો, બહેનો માટે રેડીમેટ કપડાઓ બહારથી મંગાવી ઘરબેઠા વેચાણ કરે છે, તેમાં એક નવતર જાગૃતિ અભિયાનનો ઉમેરો કર્યો છે, ખાસ કરીને રેડીમેડ કપડામાં બહેનો અને યુવતીઓ વધારે પડતી ભાગ લેતી હોય અને યુવાન દીકરીઓ પોતાના પરિધાનને પસંદ કરવા વધુ રસ દાખવતી હોય છે, ત્યારે આજના યુવા મતદારો મતદાનથી દૂર ન રહે મતદાનમાં પોતાની ભૂમિકા અદા કરે તે દિશામાં તેમને પ્રોત્સાહિત કરી મતદાન પ્રક્રિયામાં ઉત્સાહમાં વધારો કરે તે માટે તેમણે પોતાના જયહરી ફેશન હાઉસમાં મતદાન કર્યા બાદ પોતાના આંગળી ઉપર અવિલોપ્ય શાહીનું નિશાન બતાવી ખરીદીમાં ૧૦% સુધીનો વળતર આપવાની જોગવાઈ કરી છે. આ વળતર મતદાન કર્યાના દિવસે એટલે કે સાતમી મેથી દસમી મે સુધી આ યોજના ચાલુ રાખવાની છે. આ યોજના દ્વારા યુવાનો મતદાન અચૂક કરશે અને તેમને પોતાના ખરીદ ઉપર વળતર પણ સારું મળશે આથી મતદાન જાગૃતિને આ અભિયાનમાં લોકો ઉત્સાહભેર જોડાશે તેવી ડો. ત્રિલોગભાઈ ગોહિલને શ્રદ્ધા છે. આ તકે તેમના યુવા પુત્ર જયહરિએ જણાવ્યું હતું કે આજે યુવાનોમાં મતદાન કરવાનો એક નવો ક્રેઝ જાગૃત થયો છે,અને મતદાન હોશે હોશે કરશે જ અને મતદાન કરી પોતાના આંગળી ઉપર અવિલોપ્ય શાહીનું નિશાન દેખાડી અમારા ફેશન હાઉસમાંથી જયારે ખરીદી કરશે ત્યારે અમને પણ ગૌરવ થશે કે આ લોકશાહીના સ્તંભને મજબૂત કરવા માટે અમે પણ બહેનોને પ્રોત્સાહિત કરી અમારી ફરજઅદા કરી છે. આવો સૌ સાથે મળી આપણા દેશને સારું સુશાસન મળી રહે તે દિશામાં એક સુદ્રઢ સરકારની રચનામાં આપણો કિંમતી મત આપી યોગદાન આપીએજયહરી ગોહીલે મતદાર જાગૃતિ અંગે વિગતો અપતા જણાવ્યુ હતુ કે સારી સરકારને ચૂંટવામાં આપણા દરેકના મત ભાગીદારીરૂપ ભૂમિકા હોય છે. ‘મને યાદ છે કે હું જ્યારે યુવાવસ્થા પાર કરી અને જ્યારે મેં મતદાન માટેની લાયકાતની ઉંમર વટાવી ત્યારે મારા હ્રદયમાં પ્રથમ વખત હું મતદાન મથકે લાઇનમાં ઊભો રહીશ અને મતાધિકારનો પ્રયોગ કરીશ તેનો ઉત્સાહ હતો. જ્યારે મેં મત આપ્યો ત્યારે આંગળી પર શાહીનું નિશાન લાગ્યું. આ નિશાને મારામાં દેશભક્તિની અને મારા દેશ સાથે સંબંધ સ્થપાયાની જબરદસ્ત લાગણીઓ જન્માવી હતી.. ઘણીવાર આપણાં હાથ પર શાહીનું નિશાન પડે તો આપણે વિચારતા હોઈએ કે આ ક્યારે જશે? પણ આ એક એવું શાહીનું નિશાન છે કે જે ક્યારેય ન જાય તેવું હું ઇચ્છતો હતો. કારણકે હું મારી જાતને એક ગૌરવવંતા પ્રદર્શક તરીકે જોતો જે એક ભારતીય નાગરિક તરીકે લાયકાતની ઉંમરને પાર કરેલો પોતાનો મત આપી શકે છે,મતદાનનો દિવસ હંમેશા મારા માટે અનેક લાગણીઓ જન્માવનારો બની રહે છે. મે ક્યારેય ભારતીય નાગરિક તરીકે મારાથી અપેક્ષિત એ ફરજ ચૂકી નથી. એવી જ રીતે હું પણ અમારે ત્યાં ખરીદી કરવા આવતી બહેનો પણ મતદાન કરી પોતાનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન જોડે તે માટે બહેનો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે માટે અમોએ વળતર યોજના અમલી કરવાના છીએ....તમામ મતદારોનlને વિનંતી કરું છુ કે આપણી મહાન માતૃભૂમીના નાગરીકો તરીકે આપણી જવાબદારીપૂર્વક મત આપવાની આ તક ન ચુકીએ. આપણાં દેશ માટે પાંચ મિનિટ અવશ્ય કાઢી શકાય તેમ છે. આથી, આપણે તમામ ગૌરવપૂર્ણ રીતે અચૂક મતદાન કરીએ.’ આવો મતદાન કરી અને મેળવો ખરીદી પર ડિસ્કાઉન્ટ
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.