ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બે યુવાન પર છરી અને પાઈપથી હિંચકારો હુમલો
કિટીપરા આવાસ યોજના પાસે ગાળો બોલવાની ના પાડતાં બે યુવાન પર છરી અને પાઈપથી છ શખ્સોએ હુમલો કરતાં પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કિટીપરા આવાસ યોજના પાસે રહેતાં મુકેશભાઈ મધુભાઈ ભોણીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અર્જુન ઉમેશ ભોણીયા, સની, સંદીપ, નવઘણ, ઉમેશ, રોહિતનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ તે ઘરે હતો.
ત્યારે ઘરની બહાર છાપરા પાસે અર્જુન, સની તથા સંદીપ અંદરો અંદર ગાળાગાળી કરતા હોય જેથી તેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આ ત્રણેય લોકો ઉશ્કેરાઈ જઈ તેને અને તેના કાકાના દીકરા અજય ભોણીયાને આડેધડ પાઇપ તથા છરી વડે મારવા લાગેલ હતાં.
તેઓને રોહિત ભોણિયાએ પાઇપ વડે માર મારેલ તથા અજયને અર્જુન ભોણિયાએ છરી વડે ઇજા કરેલ હતી. તેમજ તમામ આરોપીએ મળી ઢીકા પાટુનો માર મારેલ હતો. બાદમાં તેઓ બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
